________________
૨૮૮
પ્રીત કિયે દુઃખ હેય” રાણીના મોં ઉપર લજજાની સુરખી છવાઈ રહી. તે જ વખતે વેશને ખેલ શરૂ કરવાનું બ્યુગલ વાગ્યું અને બંને પ્રેમીઓ એ મધુર મૂંઝવણમાંથી ઊગરી ગયાં.
પહેલો વેશ ઈંગ્લેન્ડના મૂળ વતની બ્રિટનનો હતો. દરબારમાંથી પડછંદ શરીરવાળા કદાવર માણસોને પસંદ કરીને એ વેશ આપવામાં આવ્યો હતે. તેમની સાથેનું સંગીત પણ એમની જૂની ઢબનું જ હતું.
ત્યાર પછી બ્રિટનોને જીતનારા રોમનોનો વેશ આવ્યો. તેમનો પોશાક – શસ્ત્રો વગેરે સુસંસ્કૃત હતાં. વિજયી નીવડનાર અને સંસ્કૃતિ ફેલાવનાર માણસે જેવી તેમની અદા હતી. તેમની સાથેને વાદ્ય-સરંજામ પણ એ યુગને – એ
ઢબનો હતો.
પછી સેકસનો આવ્યા – જર્મન વનપ્રદેશના વતનીઓ – રીંછનાં ચામડાં પહેરેલા, તેમના યુદ્ધ-પરશુઓ અને અનુરૂપ વાઘમંડળી સાથે.
અને છેવટે નાઈટોની અદાવાળા નૉર્મનો આવ્યા – લોખંડની કડીઓનાં બનાવેલાં બખ્તર અને પોલાદી ટોપ પહેરનારા – તેમના સાજસંગીત સાથે.
આ ચારે મંડળીઓ આ વિશાળ ઓરડામાં એક પછી એક ક્રમે, તથા પ્રેક્ષકોને દરેકનો પ્રકાર નક્કી કરી લેવાનો વખત મળે તે રીતે દાખલ થઈ હતી. પછી આખા દરબાર-હૉલમાં પોતપોતાનાં રણ-વાજિત્રોના નાદ સાથે કૂચકદમ કરી બતાવીને તેઓ એકબીજાની સામે આ રીતે ઊભી રહી : બ્રિટન સામે રોમનો, અને સેકસને સામે નૉર્મને. તેઓ હવે રણવાદ્યોને ઊપડતે તાલે એકબીજા સામે રણનૃત્ય કરતા ધસી જવા લાગ્યા અને મંદ્ર થવા લાગતા તાલે પાછા ખસી જઈ પોતાને મૂળ સ્થાને આવી રહેતા.
આમ બ્રિટનમાં આવીને સંઘર્ષ મચાવી ગયેલી જુદી જુદી જાતિઓનો મનોરંજક અને પ્રેરક દેખાવ સૌની સમક્ષ અંકાઈ રહ્યો. એ રણનૃત્ય લાંબો વખત ચાલ્યું.
તે પછી અચાનક એક રણશિંગું ફૂંકાયું અને ડાકણ-પુત્ર મલિન, મેલી વિઘાના સાધકના ગૂઢ પોશાક સાથે સૌની સમક્ષ આવીને ઊભો રહ્યો. એની આસપાસ જે જુદાં જુદાં ભૂત અને સો તેણે સાધેલાં હતાં તેમની આકૃતિઓ ધારણ કરનારી મંડળી હતી. સૌ નેકર-ચાકર પણ, રાણીજીની હાજરીની આમન્યા ભૂલી, બારણાંમાં ટોળે વળીને આ અદ્ભુત દૃશ્ય જોઈ
રહ્યા,