________________
૨૮૪
પ્રીત કિયે દુઃખ હોય” તેની બધી ચેષ્ટાઓ જાણે યંત્રવત્ થતી હોય – અંદરનું કોઈ ચક્ર ખસે તેની રાહ જોતી હેય – એવું લાગતું હતું.
ઇલિઝાબેથ જેવી રાણી પોતાની હાજરીમાં કોઈ દરબારી આવું બેધ્યાનપણું દાખવે, તે સહન જ ન કરી શકે. અને તેણે લિએસ્ટર પ્રત્યે પણ ભારે ગુસ્સે જ દાખવ્યો હોત; પરંતુ સ્વાભાવિક રીતે જ તેણે એમ માની લીધું કે, એ બધું થવાનું કારણ પોતે સવારમાં જે નાહકને ગુસ્સ દાખવ્યો હતો તે જ છે. અને પોતાની નાખુશીની આવી કારમી અસર પોતાના કૃપાપાત્ર-પ્રેમપાત્ર ઉપર થઈ છે એ જાણી, એના સ્ત્રી-હૃદયને એક પ્રકારનો મધુર આનંદ જ થયો.
અચાનક, લિસેસ્ટરને વાર્નેએ જુદા ઓરડામાં બોલાવ્યો.
બેએક વખત એમ બોલાવ્યાથી લિસેસ્ટર રાણીજીની પરવાનગી લઈને બહાર ગયો, ત્યારે વાર્નેએ તેને કાનમાં કહી દીધું, “બધું બરાબર છે, નામદાર.”
માસ્ટર્સે તેને તપાસી?”
“હા, નામદાર, બાનુએ એમના એક પ્રશ્નનો જવાબ ન આપ્યો, તથા જવાબ શાથી નથી આપતાં તેનું કશું વાજબી કારણ પણ ન દર્શાવ્યું, એટલે માસ્ટર્સ રાણીજીને એવો અહેવાલ આપવાના છે કે, બાનનું મગજ અસ્થિર થઈ ગયું છે એટલે તેમને તેમનાં સગાંવહાલાંને સોંપી દેવાં. હવે આપણે નક્કી કર્યું હતું તેમ, તેમને અહીંથી ખસેડી શકીશું.”
પણ ટ્રેસિલિયન?”
તેને થોડોક વખત તે ખબર જ નહિ પડે કે બાનને અહીંથી ખસેડવામાં આવ્યાં છે. આજે સાંજે બાનને ખસેડી દઈએ, એટલે પછી કાલે એનો વારો.”
ના, ના, તું નહિ; ટ્રેસિલિયન ઉપર તે હું મારે હાથે વેર લઈશ !”
આપ નામદારે એવા તુચ્છ માણસ ઉપર હાથ ઉપાડવાની જરૂર નથી – ઉપરાંત તેને ઘણાય વખતથી પરદેશ ચાલ્યા જવાની મરજી થઈ છે. એટલે એની વાત મારી ઉપર જ છોડી દો – તે ત્યાંથી કશી વાત કહેવા અહીં પાછો નહીં આવવા પામે.”