________________
કામાત ક્રોધઃ પણ કાઉન્ટસ ઑફ લિસેસ્ટર બાબત કરીને તું તારું ચસકેલું માથું ખાસા જોખમમાં નાખી રહ્યો છે”
“નામદાર, મારું માથું તે આપની સેવામાં જોડાયો ત્યારથી મેં વેગળું મૂકી જ રાખ્યું છે; એની કશી ફિકર કરવાની જરૂર નથી – પણ મારી વાત પૂરી સાંભળી લો. હું હવે આપ નામદાર સમક્ષ ખુલ્લું કરવા માગું છું કે, આ ટ્રેસિલિયનને નામે રાણીજી સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી તે પહેલાં તે લેડીસાહેબાને મળ્યો હતો. – અચાનક જ કમ્નર-પ્લેસની પછીતને બારણે હું દાખલ થવા ગયો, તે વખતે તે ગંદુરથી નીકળતો હતો.”
હરામખેર! તું એ બદમાશ ટ્રેસિલિયનને ભેગો થયો છતાં તે તેને ત્યાં ને ત્યાં કતલ ન કરી નાખ્યો?”
“મારા લૉર્ડ, મેં તરવાર ખેંચી અને તેને ભિડાવ્યો પણ ખરો, પણ કમનસીબે મારો પગ લપસી ગયે; નહિ તે એ માણસ આપના ઘરમાં ફૂટ નાખવા પેસીને જીવતો રહ્યો ન હોત.”
લિસેસ્ટર તો આ વાત સાંભળી આભો જ થઈ ગયો. છેવટે તે બોલ્યો, “ચાલ, તું તારી આ વાતનો પુરાવો મને આપી દે, વાર્ને! કારણકે, આ બાબતની સજા જે ગુનેગાર હશે તેમને જેમ હું કારમી કરીશ, તેમ તેમના ગુનાની તપાસ પણ હું શાંતિથી તથા ચોકસાઈથી કરીશ. ભલા ભગવાન !આ બધું શું ચાલે છે? નહીં, નહીં, પણ મને પહેલાં ખાતરી થવી જોઈએ – બોલ તારી પાસે શા પુરાવા છે?”
“ઘણા પુરાવા છે, નામદાર; મારી પાસે જ એ વાત દટાઈ રહી હોત, તે હંમેશ માટે કદાચ દટાયેલી જ રહેત. પરંતુ મારો નોકર, માઈકેલ હૉમ્બૉર્ન, જે એ મુલાકાતને સાક્ષી છે, તે જ ટ્રેસિલિયનને કમ્મર-પ્લેસમાં લઈ ગયો હતો. અને એ કારણે જ – એની લફંગી જીભ ચૂપ રહે, તે માટે જ – મેં તેને મારી નોકરીએ રાખી લીધો હતો.”
પછી વાર્નેએ ઍન્થની ફેસ્ટર પણ તે મુલાકાતને સાક્ષી છે, એ વાત અર્લને કરી; ઉપરાંત કમ્મર ગામની વીશીમાં જ્યાં ટ્રેસિલિયને માઇકેલ લૅમ્બૉર્ન સાથે કમ્મર-પ્લેસમાં જવાની હોડ બકી હતી, ત્યાંના પણ કેટલાય જણ સાક્ષી છે, એમ જણાવ્યું. એ બધી બાબતમાં તેણે વધારાનું કશું ઉમેર્યું ન હતું, માત્ર લિસેસ્ટરના મનમાં તેણે એ ખ્યાલ ઊભો થવા દીધો ખરો કે,