________________
પ્રીત કિયે દુઃખ હેય” અને મારા વૈભવની સહભાગિની બનાવી. બદલામાં મેં તેની પાસેથી માત્ર થોડા દિવસની ધીરજ જ માગી હતી; તેને બદલે એ બેવકૂફ મનસ્વી છોકરીએ એની ને મારી જીવનનાવ આમ સંકટમાં અને જોખમમાં નાખી છે. એ બગડેલી બાજી સુધારી લેવા માટે હવે શરમભરી કેટકેટલી તરકીબો અને હીણપત અપનાવવી પડશે. તે પોતે જેવી અજ્ઞાત અવસ્થામાં જન્મી હતી તેવી અવસ્થામાં થોડા વધુ દિવસ રહેતાં તેને શા ઝટકા પડી જતા હતા? આવી સુંદર, આવી નાજુક, આવી વહાલસોઈ, આવી વફાદાર – છતાં મૂરખમાં મૂરખની પાસેથી આશા રાખી શકાય એટલી સમજદારી પણ તેનામાં નથી – હું મારા મિજાજ ઉપર હવે કેટલોક કાબૂ રાખું?”
છતાં, તે બાજુ ઉપર થોડે દબાવ લાવીને તેમને પરિસ્થિતિવશાત જે ભાગ ભજવવો પડવાને છે તે ભજવવાનું કબૂલ કરાવવામાં આવે, તે હજુ બધી બાજી સુધારી લેવાય તેમ છે જ.” વાર્નેએ જવાબ આપ્યો.
“ખરી વાત છે; હવે બીજો કશો ઉપાય નથી. મેં મારી રૂબરૂ તેને તારી પત્ની તરીકે સંધાતી સાંભળી છે, અને તે બાબત કશો વિરોધ ઉઠાવ્યો નથી. એટલે કેનિલવર્ણથી દૂર નીકળી જાય ત્યાં સુધી તેણે તે નામ જ ધારણ કરી રાખવું જોઈશે.”
“અને પછી પણ લાંબો વખત એ જ નામ તેમણે ધારણ કરી રાખવું પડશે. આપણાં રાણીજી જીવે ત્યાં સુધી તે લેડી લિસેસ્ટર તરીકેનું નામ અને પદ જાહેરમાં ધારણ કરે એ ભાગ્યે સહીસલામત ગણાય. પણ એ બાબત તો આપ પોતે જ વધુ વિચારી શકો; કારણકે, રાણીજી અને આપની વચ્ચે વાત કયાં સુધી આવી છે, એ આપ જ જાણી શકો.”
ખરી વાત છે, વાર્ને, હું આજે સવારે એ મૂર્ખાઈભરી ધૃષ્ટતા કરી બેઠો છું એટલે રાણી જો મારા આ કમનસીબ લગ્નની વાત સાંભળે, તે પોતાને દેવાયેલો આ ધોખે સ્ત્રી તરીકે તે કદી માફ ન કરે. અને આજે જ એ બાબતનો થોડોઘણો પરચો મળી જ ગયો છે. અલબત્ત, પછીથી રાણીજીને પિતાને ગુસ્સો અકારણ લાગતાં તેમણે મને મનાવી લેવા ભરચક પ્રયત્ન કર્યા છે.”
“અર્થાત આ બાન સાથેનું લગ્ન હજુ પણ છુપાવી રાખવામાં આવે, તે રાણીજી સાથેની આપની પરિસ્થિતિ પહેલાં જેવી જ રહે, એ નક્કી છે, ખરુંને?”