Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 283
________________ પ્રીત કિયે દુઃખ હેય” પણ ધીમી છે. હન્સડન, જોજો કે કોઈ એ છોકરી સાથે વાત કરવા ન પામે.” હન્સડન તરત પોતાની પુત્રી હોય એ રીતે ઍમીને સંભાળથી ઉપાડી ગયે; કારણકે, તે અત્યારે બેહોશ બનવા લાગી હતી. રાણીએ હવે વાનેને પોતાને જે કહેવાનું હોય તે કહી સંભાળવવા ફરમાવ્યું – “સરકાર, મારે મારી પ્રિય પત્નીનો ક્રૂર અને કરુણતાભર્યો ગાંડપણને રોગ છુપાવવો હતું, પણ તે બહાર પડી ગયો છે. તે માટે તેના વંદના સર્ટિફિકેટમાં તે રોગનો ઉલ્લેખ મેં કરવા દીધો ન હતો. માસ્ટર એન્થની ફેસ્ટરના સંરક્ષણમાં તેને મૂકીને હું અહીં આવ્યો હતો; પણ એન્થની ફેસ્ટર અબઘડી મારતે ઘોડે અહીં આવ્યા છે અને મને ખબર આપે છે કે, મારી પત્ની ગાંડપણના રોગીઓમાં પણ હતી અમુક વિશેષ પ્રકારની ચતુરાઈ વાપરીને કન્નર-પ્લેસમાંથી ભાગી છૂટી છે. તે બહાર જ ઊભા છે, – પૂછપરછ કરવી હોય તે.” - “એ તપાસ બીજે કોઈ સમયે કરીશું; પણ સર રિચાર્ડ અમને તમારી કૌટુંબિક અવસ્થા ઉપર ખરેખર ખેદ થાય છે. તમારાં પત્ની સાચે જ મગજની બહુ અસ્થિર હાલતમાં છે – જુઓને, તમને દેખીને કેવાં ઊછળી પડ્યાં!” આવા રોગનાં રોગીઓમાં એ સામાન્ય લક્ષણ જોવામાં આવે છે, સરકાર; શાંત હોય ત્યારે જેમના ઉપર જેટલા ઝનૂનથી પ્યાર કરે, તેમના ઉપર અસ્થિર હાલતમાં એટલો જ ગુસ્સો દાખવે.” “હા, અમે પણ એવું સાંભળ્યું છે, ખરું.” તો સરકાર, મારી એ કમનસીબ પત્નીને કબજો મને સોંપવા હુકમ થાય.” ના, ના, માસ્ટર વાર્ને હાલ તુરત તમારા હાથમાં સોંપવાથી એની સ્થિતિ વધુ બગડશે, એમ અમને લાગે છે. એટલે થોડો વખત તે અમારા વૈદ માસ્ટર્સની સારવારમાં રહેશે, અને તે જ્યારે અમને સલાહ આપશે કે, એને કબજો તમને સોંપવામાં વાંધો નથી, ત્યારે અમે એમ કરીશું. દરમ્યાન, તમને એને મળવા જવાની છૂટ રહેશે.” રાણીએ હવે, લિસેસ્ટરને પોતે વિનાકારણ બહુ ખોટું લગાડયું છે એ ભાવથી, તેને સંબોધીને કહ્યું, “લૉર્ડ ઑફ લિસેસ્ટર, તમને એ પાગલ સ્ત્રીના

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346