________________
૨૭૨
પ્રીત કિયે દુખ હેય” તમારી આજ્ઞાને પણ હું મારી ઈજજત અને અંતરાત્માની તે ન મૂકી શકું. હું એ બાબતની તમારી આજ્ઞા નથી ન માનવાની. તમે ભલે તમારી વક્રનીતિઓને કારણે ગમે તેવી બે-ઈજજતી સ્વીકારવા કબૂલ થાઓ; પણ હું મારી બેઇજજતી થાય એવું કશું કરવાની નથી. એક વાર હું ચારે તરફ તમારા લફંગા સેવક વાર્નેની પત્ની તરીકે જાહેર થઈ જાઉં, પછી તમે મને પવિત્ર અને નિર્દોષ પત્ની તરીકે ફરીથી કેવી રીતે સ્વીકારી શકવાના હતા? – અને હું પછી કેમ કરીને તમારી ગૃહિણી અને તમારાં સંતાનોની માતા બની શકવાની હતી?”
વાને હવે વચ્ચે બેલી ઊઠ્યો, “લેડી સાહેબાને મારા પ્રત્યે ખૂબ જ તુરછકાર છે, એટલે હું જે કંઈ સૂચવીશ તે એ સાંભળવા નહિ જ માગે; છતાં કદાચ હું સૂચવું છું તે વસ્તુ તેમને ગળે ઊતરશે. તેમને માસ્ટર ટ્રેસિલિયન સાથે સારાસારી છે, એટલે તે માસ્ટર ટ્રેસિલિયનને લિકોટહૉલમાં પોતાની સાથે આવવા સમજાવી શકશે. ત્યાં તે ભલે સહીસલામતીમાં રહે, પછી જ્યારે આ ભેદ ખુલ્લો પડાય તેમ થશે, ત્યારે જોયું
જશે.”
કાઉન્ટેસ બોલી ઊઠી, “હાય, હું મારા બાપના ઘરમાં જ રહી હોત તે કેવું સારું થાત? મેં જ્યારે એ ઘર છોડયું, ત્યારે હું મનની શાંતિ અને ઈજજત-આબરૂ છોડીને જાઉં છું એવું હું ક્યાં જાણતી હતી?”
વાર્નેએ પિતાની બદમાશીભરી સૂચના આગળ ચલાવી, “અલબત્ત, એમ કરવા જતાં બીજા અજાણ્યાઓને આ ભેદમાં ભેળવવા પડશે; પણ કાઉન્ટસ ધારે તો માસ્ટર ટ્રેસિલિયનને અને તેમના પિતાનાં કુટુંબીઓને માટે ગેરંટી આપી શકે ”
લિસેસ્ટરને વાર્નો નું બાણ બરાબર ધારેલે સ્થળે ચોટી ગયું, તે તરત જ તડૂકી ઊઠયો, “ચૂપ રહે, જો તે ફરી એ બદમાશ-લફંગા ટ્રેસિલિયનને મારી સંતલસમાં ભેળવવાનું નામ લીધું, તો હું ભગવાનના સોગંદ ખાઈને કહું છું છું કે, હું મારી આ કટાર તારા ગળામાં પરોવી દઈશ.”
“પણ શા માટે નહિ?” કાઉન્ટસ બોલી ઊઠી; “વાને જેવા કરતાં તે એ શુદ્ધ હૃદયના, સાચા દિલના અને વટદાર માણસ છે. લૉર્ડ મારા ઉપર ગુસ્સાભરી નજર ન કરશો – હું સાચી વાત જ કહું છું – એક વખત તમારે કારણે મેં એ માણસને અન્યાય કર્યો છે – પણ તેની ઇજજત-આબરૂ વિશે