________________
પ્રીત કિયે દુઃખ હોય'
અલબત્ત, ટ્રેસિલિયન પેાતાની પરિસ્થતિ સમજી ગયો હતો, એટલે તેણે લાઉન્ટને સમજાવી દીધા કે, મારા ઉપર ચાકિયાટો મૂકવાની જરૂર નથી – હું પેાતે ઉતારાની બહાર નહીં જ નીકળું.
૨૪૩
૨૬
મનારથનું મનેારાજ્ય
૧
સિલિયનને બહાર લઈ જવામાં આવ્યો, ત્યાર પછી રાણીજીએ લૉર્ડ ઑફ લિસેસ્ટરને કહ્યું, “આવા ભણેલા-ગણેલા અને ડાહ્યા માણસનું મગજ આમ અસ્થિર થઈ ગયું એ ખરેખર કરુણ વસ્તુ છે; પરંતુ તેણે પેાતાની આ અસ્થિરતાના આ જાહેર દેખાવ કર્યો, તે તો તેણે કરેલી ફરિયાદ અને તેણે મૂકેલા આક્ષેપા નિષ્ફળ જવાના છે, એની ખાતરી થવાથી જ કર્યું લાગે છે. પણ આ વાને તમારા વફાદાર સેવક છે અને તમને ખાસે ઉપયોગી થઈ પડયો છે, એમ તમે પહેલાં પણ અમને જણાવ્યું હતું; એટલે અત્યારે જ્યારે તમારાં મહેમાન થઈ અમે તમારા ઉપર સારી પેઠે ાજ નાખેલા છે, ત્યારે અમારે વાર્નેની કંઈક કદર કરવી જોઈએ; ઉપરાંત જેમની પુત્રી સાથે તેણે લગ્ન કર્યું છે તે ડૅવાનના ભલા બુઢ્ઢા નાઈટ સર હ્યૂરોબ્સને પણ સંતેષ થાય અને તે પોતાના જમાઈને સંતાષથી આવકારે, તે માટે પણ અમે વાને ને નાઈટ-પદ આપવા ઇચ્છીએ છીએ. માટે લૉર્ડ ઑફ લિસેસ્ટર તમારી તરવાર અમને કાઢી આપેા.
તરત લિસેસ્ટરે પેાતાની તરવાર પોતાના કમરપટામાંથી છેડીને, અણી આગળથી પકડી, ઘૂંટણિયે નમીને, રાણીજી સામે ધરી.
("
રાણીએ તેને મ્યાનમાંથી ખેંચીને વાનેને ફરમાવ્યું, રિચાર્ડ વાને, આગળ આવા અને ઘૂંટણિયે પડો. પરમાત્માને નામે તથા સેઈન્ટ જ્યૉર્જને નામે અમે તમને નાઈટ બનાવીએ છીએ! વફાદાર બનજો, બહાદુર બનો અને યશસ્વી બનજો – ઊભા થાઓ, સર રિચાર્ડ વાને.”