________________
૨૩૦
પ્રીત કિયે દુઃખ હેય” એ યોગ્ય કર્યું કહેવાય? પણ પાછો તેને વિચાર આવ્યો કે, એમી જો વાર્નેને પરણી ચૂકી હોય, અને વાને તેના ઉપર પતિ તરીકેનો હકદાવો દાખવે એ રાણીજી સમક્ષ ઍમી કબૂલ જ રાખે, તો પછી શું થાય? પોતે તેને કોઈ રીતે વાર્નેના હાથમાંથી છોડાવી તો શકે જ નહિ; ઊલટું એના બાપ વતી ફરિયાદ કરવા જતાં, એ પતિ-પત્ની વચ્ચે અણબનાવ ઊભો કરવા જેવું થાય. એ બેનું જીવનબરનું સુખ એમ વણસાડવાનો અર્થ શો?
જોકે, એક બાબતની નિરાંત તેને લાગતી હતી – ઍમી હવે દૂરના કોઈ એકાંત સ્થળે કેદ પુરાયેલા જેવી હાલતમાં ન હતી; અત્યારે તે કેનિલવર્થ ગઢમાં હતી – લગભગ રાણીજીના દરબાર પાસે – રાણીજીની હકૂમતમાં જ. એટલે કોઈ તેના ઉપર કશી બળજબરી દાખવી શકે તેમ ન હતું, અને રાણીજી સમક્ષ તેને જ્યારે રજૂ કરવી હોય ત્યારે થઈ શકે તેમ પણ હતું.
તે આમ વિચારમાં ને વિચારમાં અટવાતો ફરતો હતો, તેવામાં વેલેંન્ડે તેને જોયો. તેણે તરત ટ્રેસિલિયન પાસે આવીને આનંદમાં આવી જઈને કહ્યું, “ભગવાનની કૃપા થઈ, જે તમે છેવટે મળ્યા! અને તેણે ધીમે અવાજે તેને ખબર કહી દીધી કે, પેલાં બાનુ કષ્નર-પ્લેસમાંથી નાસી છૂટયાં છે.
અને અત્યારે આ ગઢમાં જ છે – એ હું જાણું છું – પણ તે પોતાની મરજીથી મારા કમરામાં આવીને રહી છે?”
ના! મારે તો બીજાઓની નજરે પડે તે પહેલાં તેમને ક્યાંક બેસાડી દેવાં હતાં, એટલે મેં એક નાયબ-છડીદારને પૂછયું -તેને આપને ઉતારો ક્યાં હતું તેની ખબર હતી, એટલે તે અમને અહીં લઈ આવ્યો. પણ માલિક, આ ત્રણ દિવસ મારા જાણે ગળે ગાળિયો પહેર્યો હોય એ રીતના ગયા છે – એ બાનનું મગજ ઠેકાણે હોય એમ મને લાગતું નથી તેમને તમારી કશી મદદ જોઈતી નથી – તમારું નામ પણ તે પોતાની સમક્ષ લેવા દેતાં નથી – અને તે તો લૉર્ડ લિસેસ્ટરના જ શરણમાં દોડી જવા તૈયાર છે. જો તેમને ખબર પડી હોતા કે હું તેમને આપના કમરામાં લઈ જાઉં છું, તો તે ત્યાં કદી ન આવ્યાં
હોત.”
એ કેવું? ઍમી એમ માને છે શું કે, અ પોતાના બદમાશ નોકર ઉપર એની તરફેણમાં પિતાની વગ વાપરશે?”
“એની તો મને ખબર નથી, પણ મને એમ લાગે છે, માલિક, કે જો તે લિસેસ્ટર કે વાર્નેને જ શરણે જવા માગતાં હોય, તે આપણે માટે કેનિલ