________________
એળે નહિ જાય!
૨૧૭ એટલે પ્રવેશદ્વાર ઉપરના બુરજ ઉપર ખાસ માણસોને બેસવાની સગવડ હોઈ, એને ગૅલરી-ટાવર કહેતા. પુલ ઓળંગીને સામે મૉર્ટિમર ટાવરમાં થઈને ગઢના મુખ્ય વિશાળ આંગણમાં જવાનું હતું. ત્યાં પણ સુશોભિત વર્દી-ધારી પહેરેગીરો ઊભા હતા, પણ તેમણે આ લોકોને કશી રુકાવટ કે પડપૂછ કરી નહિ. અંદર પેસતાં જ મહેલની વિરાટ ઇમારત, તેના બધા વૈભવ અને ભપકા સાથે તેમની નજર સામે ખડી થઈ. આસપાસ મોટા મહેમાનો અને તેમના સેવકોની અવર-જવરની ધૂમ મચી રહી હતી.
વેલૅન્ડે ઘોડો થોભાવી કાઉન્ટસને પૂછયું, “હવે આપનો શો હુકમ છે,
વિરુ ?
કાઉન્ટસે બેબાકળાની પેઠે કપાળ ઉપરથી હાથ ફેરવતાં કહ્યું, “હુકમ? પણ કોણ મારો હુકમ માનવાનું છે, વારુ?”
પછી તેણે પાસે થઈને જતા એક સુંદર વર્દી-ધારી સેવકને ઊભો રાખીને કહ્યું, “થોભો જોઉં, મહેરબાન, મારે અર્લ ઑફ લિસેસ્ટરને મળવું છે.” - પેલો નવાઈ પામી તરત જ બોલી ઊઠ્યો, “આ વળી પાગલખાનામાંથી કોણ છટકી આવી છે? આજને દિવસે તારે મારા લૉર્ડ ઑફ લિસેસ્ટરને મળવું છે? ખબર નથી કે, આજે તેમને ફરસદ ન હોય?”
“મિત્ર, આમ તુચ્છકાર કરવાની જરૂર નથી; મારે અર્બનું બહુ તાકીદનું કામ છે.”
“તારે તાકીદનું કામ હોય તેથી હું રાણીજીની તહેનાતમાંથી તે નામદારને અહીં બોલાવી લાવું, એમ? મને બદલામાં ઘોડાનો ચાબખો જ મળે ! દરવાજા ઉપરના પહેરેગીરે તારા જેવીને અંદર શી રીતે આવવા દીધી, એ જ મને સમજાતું નથી. પણ એ બબૂચકને રાણીજીને વધાવવા જે ભાષણ મેઢે કરવાનું છે, તેની પંચાતમાં જ તે તારું માથું પોતાની લોખંડી ગદાથી ફાડી નાખવાનું ભૂલી ગયો હશે.”
બે-ત્રણ નોકરે, આ જરા ધાંધળ જેવું થવું જોઈ ત્યાં ભેગા થઈ ગયા. વેલૅન્ડ ગભરાઈ ગયો, અને તેણે તે સેવકમાંથી જરા શાંત લાગતા એક જણના હાથમાં એક સિક્કો સરકાવી દઈ તેને બાજુએ લઈ જઈને તેના કાનમાં કંઈક કહ્યું.
પેલો જરા ઊંચા હોદ્દાવાળો – નાયબ છBદાર હોઈ, તેણે બીજાઓને આવી તોછડાઈ વાપરવા બદલ ધમકાવ્યા, અને એક જણને આ લોકોના