________________
૨૦૪
પ્રીત કિયે દુઃખ હેય' ગાંસડી પડાવી લેવાની ધમકી આપી હતીને? તેના સામા પડકાર તરીકે જ હું તારું આ ઘોડું લઈ જાઉં છું; તારી હિંમત હોય, તે સામી છાતીએ મારી સાથે તરવાર ખેલીને એ પાછું લઈ જા.”
“ભલાદમી, મેં તે મશ્કરીમાં કહ્યું હતું કે, તમારી ગાંસડી પડાવી લઈશ; પણ તમે તો મારું ઘોડું સાચેસાચ જ પડાવી જાઓ છો!”
“મને એવી ગામઠી મશ્કરીઓ આવડતી નથી તેમ જ ગમતી નથી; હું તો સાચેસાચી વાત જ કરનારો અને બોલનારો માણસ છું. મને તારી પેઠે માલ વેચતી વખતે પણ ઘરાકો આગળ સાચાં-જુઠાં કરવાની ટેવ નથી. તારી આખી જિંદગી તે કરેલાં સાચાં-જૂઠાંની સજા આજે તને બરાબર મળી જશે.”
“અરે ભલાદમી, આજે હું જેન ઠખામ સાથે પરણવાને હતો. તે પોતાના બાપને ઘેરથી કઠારો ઠેકીને ભાગી આવે, અને રસ્તા ઉપર તેને માટે મારે ઘડું તૈયાર રાખવાનું હતું. પછી અમે બંને જણ જલદી જલદી નજીકના દેવળમાં જઈ પરણી જવાનાં હતાં. ભલા માણસ, વિચાર તો કરો કે પરણવા જનાર કન્યા પગે ચાલતી પરણવા જતી હશે? માટે મારું ઘોડું મહેરબાની કરીને આપી દો.”
પણ મેં તે પ્રતિજ્ઞા લીધી હતી કે, તે મને કરેલા પડકાર બદલ મારે તારું ઘોડું પડાવી લેવું, અને પછી હું મારી સાથે મારામારી કરીને જીતે ત્યારે જ તને પાછું આપવું. છતાં, તું જો પરણવા જ જવાનું હોય, તો મારે તારા મંગળકાર્યમાં વઘન નાખવું નથી; એટલે ડૉનિંગ્ટન પહોંચીને હું તારું ઘડું પાછું મોકલી દઈશ.”
પણ ન મોકલો તો?”
“તો જાઈલ્સ ગોસ્લિગને ત્યાં પડેલો મારો બધો માલ જામીન ગણજે. એમાં એવું એવું માંથું કાપડ છે, જેવું તે હાથથી કદી પકડયું નહિ અને ગજથી માથું નહિ હોય.”
પેલો વધુ રકઝક કર્યા વિના પાછો ફરી ગયો. આમેય આવી નિર્જન જગમાં એકલા તેનાથી થવાનું પણ શું હતું?
કાઉન્ટસે ડું આગળ નીકળ્યા પછી કહ્યું, “પેલો મારી સામે તાકીતાકીને એવી રીતે જોતે હતે, જાણે મને ઓળખતે હોય. જોકે, મેં મારું મફલર ઊંચું ચડાવી રાખ્યું હતું.”