________________
૨૦૭
t
ભૂતનુ બચ્ચુ તરત લૅટિનમાં એક જણે જવાબ આપ્યો હા જી, મહેરબાન; તમે ડાહ્યા માણસની પેઠે થોડી વાત ઉ૫૨થી વધુ વાત ઠીક કલ્પી લીધી. બુદ્ધિપ્રધાન માનવી એમ જ કરે.
""
-
66
તો પછી ભૂતના ભાઈ, તમે અહીં શા માટે થોભ્યા છે? તમે ઉતાવળ કરો તો જ વખતસર કેનિલવર્થ પહોંચી શકશો. રાણીજી વૉરવિક મુકામે કાલે ભોજન લેવાનાં છે? અને ૉનિગ્ટન આગળ જખ મારો છો!”
જાણતા નથી કે, તમે તો હજુ અહીં
એટલામાં ભૂતનું બચ્ચું હાય તેવું માથે શીંગડાં પહેરેલું અને આખે શરીરે ચપસીને કાળા પાશાક પહેરેલા હોઈ બે પગે ઊભેલા ઉંદર જેવું દેખાતું એક વામનિયું આગળ નીકળી આવ્યું અને બાલ્યું, મારા બાપ ભૂતને પેટે એક બચ્ચું હમણાં જ અવતર્યું છે, એટલે અમે થોભ્યા છીએ.”
""
66
વાહ તારા બાપને પેટે બચ્ચું અવતર્યું?” વાને કટાક્ષમાં હસતા હસતા બોલ્યા.
પેલા લૅટિન અવાજ પાછો ફરીથી આવ્યો, “ વાત ખરી છે, મહેરબાન; ભૂતના નાયકનો વેશ ભજવનારી એક બાઈ હતી, અને તેને જ ખરેખર પ્રસૂતિ થઈ ગઈ છે.
""
“ પણ તમારે હવે એ બાઈની ગફલતને કારણે એક ઍકટર ખૂટશે તેનું શું કરશે ? પણ હમણાં મારી આગળ એક પુરુષ અને એક સ્ત્રી જલદી જલદી આ તરફ આવ્યાં એ કોણ હતાં ? "
વેલૅન્ડ ગભરાયા; પણ તે કંઈક જવાબ ગોઠવીને કહે તે પહેલાં પેલું ભૂતનું બચ્ચું વાનેની છેક નજીક જઈને બીજા ન સાંભળે તેમ બોલી ઊઠયું, “એ પુરુષ અમારી મંડળીના મુખ્ય માણસ છે; તે એવાં સે ભૂતોના ભાગ ભજવી શકે તેવા છે; તે આ દાયણની મદદ લાવવા ઉતાવળે ગયા હતા અને તેને બાલાવી લાવ્યા છે.’
.
“ તા ઠીક, આ શુભ પ્રસંગે શુભેચ્છામાં દારૂ પીવા આ પૈસા લેા, એમ કહી તેણે ઘેાડાને એડી લગાવી. લૅમ્બૉનેં પેાતાની થેલીમાંથી કાંઈક રૂપાનાણું કાઢી પેલા ભૂતના બચ્ચાના હાથમાં પકડાવી દીધું, અને પછી તે પણ પાર્તાના માલિકની પાછળ ઊપડી ગયો.
પેલું ભૂતનું બચ્ચું હવે વેલૅન્ડના ઘેાડા પાસે આવીને બોલ્યું, “ તમે કોણ છે એ મેં પેલાને કહી દીધું; હવે હુઁ કોણ છું, તે તમે કહી શકશેા?”