________________
6
પ્રીત કિયે દુઃખ હાય’
૨૧૪
મારતા હતા. તેવામાં અર્લીના એક અફસરે તેના તરફ જોઈ બૂમ પાડી, “એય બાઘાભાઈ, આગળ આવેા – અરે સૈનિકો, પેલા ભાઈને અંદર આવવા માટે રસ્તા કરાવા – પણ બાઘાભાઈ, વિચાર શાનો કરો છે? તમારા બૈરાનું પેાટલું લઈને અંદર ચાલ્યા આવેાને!”
વેલૅન્ડ તા આ આહભર્યું – જોકે બેઅદબીભર્યું – નિમંત્રણ પાતાને મળે છે, એમ માની જ ન શકયો. પણ સૈનિકોએ એ ઊભો હતેા ત્યાં સુધીની ભીડને બાજુએ ખસેડીને રસ્તા કરી દીધા, એટલે તે કાઉન્ટેસના ઘોડાને દારતા, વિચાર કરવા થાભ્યા વિના તરત દરવાજામાં દાખલ થઈ ગયા. અંદર આંગણામાં તે ખુલ્લી તરવારવાળા સૈનિકોની પંક્તિઓ રસ્તાની બંને બાજુએ ખડી હતી. વેલૅન્ડ હજુ પેાતાને અને કાઉન્ટસને પ્રવેશ શી રીતે મળ્યા એનો જ વિચાર કરતા હતા, તેવામાં એક-ઝાડની ડાળીઓમાંથી ભૂતના બચ્ચાનો વેશ પહેરેલું એક છેાકરું અચાનક તેના ઘેાડાની પીઠ ઉપર કૂદી પડયું અને તેણે પોતાના બે હાથ પાછળથી વેલૅન્ડના ગળાની આસપાસ વીંટી દીધા. વેલૅન્ડ એવા તા ઝબકયો કે આસપાસના પહેરેગીરો ખડખડાટ હસી પડયા.
વેલૅન્ડ ખ્યાલ આવતાં તરત જ બોલી ઊઠયો, “ આહા, ફિલબર્ટીગિબેટ જ! કેનિલવર્થમાં એક-ઝાડને આવા ટેટા બેસે છે કે શું?”
“ હા, હા, એવા ટેટા બેસે છે, એટલે જ માટાભાઈ તમે અંદર આવી શકયા. નહિ તા તમને પેલા અફસર દરવાજામાંથી અંદર શી રીતે આવવા દેત ? એ તો મેં એને કહી રાખ્યું હતું કે, અમુક પે!શાકવાળા અને સાથે બૈરીવાળા અમારી મંડળીનો મુખિયા પાછળ જ આવે છે, તેને આવવા દેજો, પછી હું આ એક-ઝાડ ઉપર ચડીને તમારી રાહ જોતા જ બેઠો હતો. મારી મંડળીના માણસા તે અત્યારે મારી રાહ જોઈને કયારના ગાંડા થઈ ગયા હશે.
""
66
‘નહીં, નહીં, ભાઈ, હું તારો આભાર માનું છું; અને હવે તારી સલાહસૂચના મુજબ જ ચાલીશ અને વર્તીશ. પણ તું જેવા સબળા છે, તેવો દયાળુ પણ થજે એટલે બસ.
કાઉન્ટસ આવા વિચિત્ર સાથમાં અને સંજોગમાં પોતાના પતિના – એટલે કે તેના પેાતાના – ગઢમાં દાખલ થઈ. આ તે ભાવીની કેવી અવળચંડાઈ?
..