________________
૨૧૦
પ્રીત કિયે દુઃખ હોય' વૉરવિકથી બે-ત્રણ માઈલ દૂરના ગામડાની વીશીમાં ભવાનું જ સૂચવવું; અને બીજે દિવસે સવારના મંડળીની ભેગાં થઈ જઈશું એમ કહેવું.
અને એ પ્રમાણે તેઓ વૉરવિકથી થોડે દૂરના ગામડાની એક વીશી આવી તેમાં થોભી ગયાં. વેલૅન્ડ તો એમ જ માનતો હતો કે, કાઉસને ગઢમાં કે ગઢ આગળ પોતાના ઓળખીતાં માણસો હશે, જેમને આધારે તેમને અંદર પહોંચી જતાં મુશ્કેલી નહિ પડે.
પણ કાઉન્ટેસે એ આખી રાત જુદી જ ચિતામાં પથારીમાં જાગતાં જ આળોટયા કર્યું.
નાનપણથી બાપે (માને અભાવે) લાડ લડાવવામાં કસર રાખી ને હોવાથી, તેને આત્મનિયંત્રણ કે આજ્ઞાપાલનની ટેવો જ નહોતી પડી. અને તેથી તે માત્ર પોતાની ઇચ્છા વ્યક્ત કરીને જ અટકતી; પછી તે પૂરી કરવાનો ભાર બીજઓને માથે જ રહે.
એટલે જીવનની આ કટોકટીને ક્ષણે પણ, તેણે વગર કશો વિચાર કર્યો, માત્ર પોતાને કેનિલવર્થ પહોંચાડવાનું જ મેંએ બોલી નાખ્યું હતું, જેથી પોતે પોતાના પતિને મળી શકે. પણ હવે જેમ જેમ કેનિલવ-ગઢ નજીક આવતો ગયો, તેમ તેમ હજાર હજાર ચિંતાઓ અને શંકાએ તેના મનમાં ઊભરાવા લાગી. અને એમી જેવી વ્યક્તિના મગજમાં એક વખત શંકા અને ચિંતા ઘર કરે, એટલે સાચું અને કાલ્પનિક એ કશાનો ભેદ જ ન રહે. એટલે વિચાર અને કલ્પનાઓ કરી કરીને બધી મુશ્કેલીઓ અને બધી શંકાઓને તેણે અતિશયોક્તિની પરાકાષ્ઠાએ પહોંચાડી દેવામાં કશી કસર રાખી નહિ. એટલે આગળ જવું કે શું કરવું એ જ તેની સમજમાં આવ્યું
નહિ.
પરિણામે, જ્યારે વેૉન્ડ સ્મિથે તેને વહેલી સવારે ઊઠવા માટે બારણા બહારથી બૂમ પાડી, ત્યારે તેણે કશો જવાબ પણ ન આપ્યો તેમજ બારણું પણ ન ઉઘાડયું. તેથી વેલેન્ડ ખરેખર ચિંતામાં પડી ગયો. અને કલાક પછી કલાક વીતતા ગયા તેમ તેમ અંદર કાઉન્ટસનું શું થયું હશે, એની જ ફિકરમાં તે પડયો. તત્કાળ તે તેણે કેલિવ એકલા પહોંચી જઈ ટ્રેસિલિયનને બોલાવી લાવવાનો વિચાર કર્યો. પણ એટલામાં નવેક વાગ્યે કાઉન્ટસે તેને બોલાવ્યો. તે કપડાં પહેરી તૈયાર થઈ ગઈ હતી. વેલેન્ડે તેને કંઈક નાસ્તો કરી લેવા વિનંતી કરી, પણ તેણે એટલો જ જવાબ આપ્યો, “મેં પાણીના