________________
ભૂતનું બચ્ચું “ના, ના, મારે “પી” (વટાણા) કહેવાનું હતું.”
“ખરી વાત; “બીકન” કહેવાનું સૂચવવાનો જ મારો વિચાર હતો; પણ છેવટે “પીઝ' કહેવાનું જ નક્કી થયું હતું.”
વેલેંડે જલદી જલદી એ છોકરાને એક ચાંદીનો સિક્કો બક્ષિસ આપી દીધો ને પછી ઉતાવળે ચાલતી પકડી. તેનો વિચાર ઉતાવળે કોઈ ગામમાં પહોંચી જઈ, ત્યાંથી કોઈની સાથે એ ટટવું પાછું મોકલી, ત્યાંથી નવ ઘોડે ભાડે કરી લેવાનો હતો, જેથી પોતે કશા ગુનામાં ન આવે – કે નકામે પીછો ન પકડાય,
પણ નસીબ વાંકું, તે એકાદ માઈલ પણ તે આગળ નહિ વધ્યાં હોય, અને પાછળ એક ઘોડેસવાર “પકડે, પકડો, ચોર, ડાક, પકડો!” એવી બૂમો પાડતો પાડતે આવતે દેખાય. વેલૅન્ડને હવે પોતાના કર્યાનો પસ્તાવો થવા લાગ્યો; કારણકે, એ લોકો જો ચોકી-પહેરાવાળા હશે, તે પોતે પકડાઈ જવાનો અને પછી કાઉન્ટસ પણ ખતરામાં આવી પડવાની.
પણ થોડી વાર બાદ જયારે તેણે જોયું કે, એક જ ઘોડેસવાર પાછળ આવે છે, અને તેની ઘોડા ઉપર બેસવાની કઢંગી રીતથી તે ચોકીપહેરાવાળા જેવો કોઈ હોય એમ લાગતું નથી, તેમ તેનામાં હિંમત બંધાવા લાગી. તે એકલાને તે જરૂર પડયે ઝટ ગબડાવી પાડી, તેના હાથપગ બાંધી દઈ, આગળ ચાલતા થવાનો વિચાર પણ તેને આવવા લાગ્યો. પણ પછી પેલો વધુ નજીક આવતાં તે ઓળખી ગયો કે, એ તો ઍબિલ્ડનવાળો પેલો કાપડિયો – બકાલ ગલ્ડરોડ જ હતો!
વૉન્ટે કાઉન્ટેસને સમજાવી દીધી કે, એ માણસ તો કેવળ ઠગ છે; અને તેનાથી ગભરાવાની જરૂર નથી.
પેલો ગોલ્ડબ્રેડ નજીક આવી બોલવા લાગ્યો, “મારું ઘોડું એકદમ સોંપી દે.”
પણ વેલેન્ટે તેની સામે એવી નજર કરીને જોયું કે, આવા નિર્જન સ્થળે આ માણસને છંછેડવામાં સાર નથી, એમ ગેઇડ તરત સમજી ગયો. તેણે ગભરાતાં ગભરાતાં બૂમ તે પાડી કે, “ધાજો, ધાજો, આ માણસ મારું ઘોડું મને પાછું લઈ જવા દેતે નથી;” પણ વેલેંન્ડે તરત જ કહ્યું, “તારે મારી અને તારી વચ્ચેના ઝઘડાને મારામારી કરીને જ નિકાલ લાવવો છે, એમ? તે ચાલ તૈયાર થઈ જા! તેં મને ચરામાં ભેગો થાઉં તે મારી કાપડની