________________
૨૦૧
મદદગાર લિસેસ્ટર તે ઉમરાવબહાદુર હોઈ, તેમને નામે ફાવે તેવાં ગપ્પાં ચલાવનારને
સ્ટાર-ઍમ્બર*ની સજાનો ડર રહે એટલે તેમનું નામ કોઈ ઝટ મોંએ લાવતું નથી.”
હવે તેઓ પછીતના દ્વાર નજીક આવી ગયાં હતાં. જેનેટે ચાવીથી તાળું ખોલી નાખ્યું. બહાર વેલૅન્ડ સ્મિથ એક વાડની આડમાં છુપાઈને ઊભો હતો તે તેમને જોઈ પાસે આવ્યો.
જેનેટે તેને પૂછયું, “બધું બરાબર છે?”
“બીજું બધું તો બરાબર છે; પણ હરામખેર જાઇલ્સ ગોસ્લિગે છેક છેવટની ઘડીએ તેને ત્યાંથી ઘોડે આપવાની ના પાડી. એટલે બાનુ મારા ઘોડા ઉપર જ બેસી જશે, અને હું પગપાળો તેમને દોરતે ચાલીશ. પછી રસ્તામાં જ્યાંથી મળશે ત્યાંથી બીજો ઘોડે મેળવી લઈશું. હરામખોર વીશીવાળાએ પહેલેથી ના પાડી હોત, તે હું ગમે ત્યાંથી બીજી વ્યવસ્થા કરી લેત. પણ ભલાં જેનેટ, તમે મેં ભણાવેલો પાઠ ભૂલતા નહિ – કાલે આખો દિવસ એ લોકોને એમ જ કહ્યા કરજો કે, બાબુ ઘસઘસાટ ઊંઘે છે – અને તેમને અશક્તિ લાગતી હોવાથી તે બહાર આવવાનાં નથી. એ લોકો તેમના ઝેરની એવી જ અસર થવાની છે એવું જાણે છે, એટલે તેઓને કશો વહેમ નહિ જાય. ત્યાર પહેલાં તે અમે એ લોકોના પંજામાંથી દૂર નીકળી ગયાં હોઈશું.” - જેનેટે હવે વેલૅન્ડને જણાવ્યું, “પૂરા વફાદાર અને પ્રમાણિક નીવડજો; કાઉન્ટસને હું તમારે ભરોસે સોંપું છું. મને પિતાને તમારા ઉપર ભરોસે ઊપજ્યો છે, અને મારા એ ભરોસાને ખોટો ન પાડશે.”
ભલી જેનેટ, એ બાબત બેફિકર રહેજો; મને તો ઉપરાંતમાં એટલે ભરોસે છે કે, હું મારામાં તમે મૂકેલા વિશ્વાસને એ સાચો નીવડીશ કે તમારી સંત-જન જેવી આંખે, ફરી ભેગાં થઈશું ત્યારે મારા પ્રત્યે ઓછી અવજ્ઞાભરી બની ગઈ હશે.”
આ છેલ્લું વાક્ય તેણે જેનેટના કાનમાં કહ્યું હતું; અને જેનેટે પણ પિતાનાં વહાલાં કાઉન્ટસને તે વફાદારીથી પહોંચાડે તે લોભે, એના એ શબ્દોમાં પ્રગટ થતી આશાને જરાય નકારવાનો પ્રયત્ન ન કર્યો. આ મૂળે લંડનના વેસ્ટ-
મિસ્ટર પૅલૅસને મંત્રણાને કમરે – જેની છત ઉપર સ્ટાર” એટલે કે તારકે ચીતરેલા હતા. પછી તે ગુનેગારને મનસ્વી અને જુલમી સજાઓ કરવાના કમરા તરીકે જાણીતો થે. - સપ૦