________________
૧૭૮
પ્રીત કિયે દુઃખ હેય” જેનેટના બાપુ, તેમને ઘરડો નેકર, લૅમ્બૉર્ન અને બુઢો અલાસ્કો બગીચામાં દાખલ થયા હતા, પણ લૅમ્બૉર્નને ખૂબ ચડેલો હોઈ, તે એવું ધાંધળ મચાવતો હતો તથા બરાડા પાડતો હતો કે, પેલા લોકોનું બધું ધ્યાન તેને સંભાળીને ધકેલી લાવવા તરફ જ હતું. લૅમ્બોર્ન જેવા માણસને દારૂ ગમે તેટલો ચડે, પણ તેઓ ઝટ ઊંઘ ભેગા થઈ જતા નથી; તેઓ ઊલટા વધુ તોફાની અને જાગ્રત બની જાય છે. લૅમ્બૉર્નની એવી જ સ્થિતિ હતી. તે બરાડો પાડી ઊઠ્યો –
હે? મારું કશું સ્વાગત અહીં થવાનું નથી વારુ? અભિનંદન – અભિવાદન, કંઈ જ નહિ? અને હું તે આ ખંડેર કુત્તા-ઘરનાં બધાં નેવાના ટુકડાના સ્પેનિશ ડૉલર બનાવી આપે એવો સેતાનનો સાગરીત લઈને આવ્યો છું! એય અલ્યા આગ-ભારથી, ટૉની, ઢોંગી, દંભી, કંજૂસ, ધર્મ-ધુરંધર, બધાંનાં પાપ ગાળીને બનાવેલું મહાપાપ, સેતાન, ચાલ મને પગે લાગ, અને મારો સત્કાર કર! તું જેને પૂજે છે એ ધનના દેવને સાક્ષાત્ હું તારી પાસે લઈ આવ્યો છું.”
ભગવાનને ખાતર, ભલાદમી, ધીમેથી બોલ – અને ઘરમાં ચાલ; તને જોઈએ તેટલો દારૂ હું પાઈશ.” ફોસ્ટર આજીજી કરતા બોલ્યો.
ચાલ, પાવાન હોય અબઘડી, અહીં જ લાવી દે. ના, ના, ઘરમાં હું ઝેર દેવામાં નિષ્ણાત એવા બદમાશ સાથે બેસીને કશુંય પીવાનો નથી. એ માણસ તે સોમલ અને પારાથી રૂંવેરૂંવે ભરેલો છે – બદમાશ વાને પાસેથી મને ખબર પડી ગઈ છે તે !”
અલ્યા ભાઈ, એને અહીં જ દારૂ લાવી આપોને !” પેલો બુટ્ટો કીમિયાગર બોલ્યો.
હે? એટલે પછી તું તેમાં ઝેર ભેળવી આપે, ખરું?– એ પીઉં એટલે પછી મારા મગજમાં બધી ભૂતાવળ જ નાચવા લાગે ! ના, ના, મારા હાથમાં જ સીધું પાત્ર મૂકી દે– અને ઠંડા દારૂનું જ. પણ થોભે, થોભે, લિસેસ્ટરને રાજા બનવું છે, અને બદમાશ વાનેને તેનો વજીર બનવું છે; પણ આપણે બંદા તો બાદશાહ – શહેનશાહ બનવાના. એટલે એ લોકોએ આ મકાનમાં સ્વર્ગની જે અપ્સરા પૂરી રાખી છે, તેને મારી તહેનાતમાં રજૂ કરી દો – હું એ હરીને હાથે જ પ્યાલો પીવાનો. લિસેસ્ટરને વળી બે બે પનીઓ શું કરવી છે? ભલેને તે વીસ વીસ વખત અર્ધ કહેવાતો હોય !”