________________
૧૭ ઊપડ્યો
કનિલવના આગામી સમારંભ તો આખા ઈંગ્લૅન્ડની વાતચીતના વિષય બની ગયા હતા. અને રાણીના મનેારંજન તેમજ સંમાનને માટે જ્યાંથી મળે ત્યાંથી સામગ્રી ત્યાં એકઠી કરવામાં આવી રહી હતી.
દરમ્યાન લિસેસ્ટર રોજરોજ રાણીજીની કૃપાદૃષ્ટિમાં વધુ ને વધુ વસતા જતા હતા. કાઉન્સિલની વિચારણાઓમાં, તેમજ સામાન્ય મનોરંજનમાં તે કાયમ રાણીને પડખે રહેતા. દેશ-પરદેશના જેને ઈંગ્લૅન્ડના રાજદરબારમાં કાંઈ કામ કઢાવવાનું હોતું, તે સૌ હવે તેના તરફ જોતા જ થઈ ગયા હતા. રાણી ઇલિઝાબેથ હવે પેાતાના તાજને તથા જીવનયાત્રાના કાયમના ભાગીદાર બનાવવા માટે યોગ્ય મુહૂર્તની જ રાહ જોઈ રહી છે, એમ સર્વત્ર મનાતું.
પણ સૌને બડભાગી દેખાતા લિસેસ્ટર અંદરખાનેથી સૌ કરતાં વધુ ચિંતિત હતા. તરવારની ધાર ઉપર ચાલવા જેવું જ તેનું જીવન બની ગયું હતું. કારણકે, રાણીની પ્રકૃતિના તે બરાબર માહિતગાર બની ગયા હતા. એની પ્રકૃતિના બરાબર જાણકાર હોવાથી જ તે રાણીને જેમ ખુશ કરી તથા રાખી શકયો હતા; તેમજ તેને પેાતાના આખરી અંજામના પણ એટલો જ ભારે ડર હતા. રાણી અર્ધી પુરુષ-પ્રકૃતિની હતી અને અર્ધી સ્રી-પ્રકૃતિની. પુરુષ-પ્રકૃતિના જે ગુણો હતા તેને પૂરો લાભ તેનાં પ્રજાજનને મળતા હતા; ત્યારે તેના પ્રેમી કે કૃપાપાત્રને તે તેની પુરુષ-પ્રકૃતિને કારણે પૂરી જોખમકારક બની ગયેલી તેની સ્રી-પ્રકૃતિની ચંચળતા અને મનસ્વિતા જ વેઠવા મળતી. તેનાં પ્રજાજનાની તે મા બની રહેતી, પણ તેના પ્રેમીના તા ઉš સ્વામી ! તેને હાસ્ય-પ્રકાશ, સૌ કોઈને ડૂબકું લગાવવાનું મન થાય તેવા આકર્ષક તથા મધુર હતા. પણ તેની ભમરની કમાન તે તેના બાપ હેન્રી-૮ જેવી એકીસાથે તંગ અને છટકેલી જ રહેતી.
૧૮૧