________________
6
પ્રીત કિયે દુઃખ હોય'
૧૦૮
શાભીતી થઈને બેસું છું, પણ તારા સિવાય કોણ એ બધું બિચારા ટ્રૅસિલિયન પણ હતા, પણ અર્થ નથી.'
તેમનું તે હવે નામ
જોનાર છે? ત્યાં લેવાના જ કશેા
“ખરી વાત છે, મૅડમ; આપ એમનું નામ વારંવાર અને કોઈક વખત અવિચારીપણે લીધા કરો છે, તે ઠીક નથી. ”
(6
“મને ચેતવણી આપવાની કંઈ જરૂર નથી – હું સ્વતંત્ર જન્મેલી હતી, પણ અત્યારે કોઈ અંગ્રેજ ઉમરાવની પત્નીને બદલે તેની પરદેશી ગુલામડીની જેમ અહીં પુરાઈ રહી છું. જ્યાં સુધી ‘તે’ મને ચાહતા હતા એમ મને લાગતું હતું, ત્યાં સુધી બધું મેં સહન કર્યું; પણ હવે મારું હૃદય અને મારી જીભ જરાય કાબૂમાં રહેવાનાં નથી. હું મારા પતિને ચાહું છું અને, મરતા લગી ચાહતી રહીશ – ભલે તે મને ચાહતા બંધ પડે; – પરંતુ હું એટલું તા માટેથી બૂમ પાડીને કહ્યા કરવાની કે, અત્યાર કરતાં તે હું લિફ્કોટ-હૉલમાં રહી હોત તો વધુ સુખી થાત; – ભલે પછી મારે ત્યાં કંગાળ અને ગમગીન માં અને અભ્યાસ-ભારે માથાવાળા ટ્રેસિલિયનને પરણવું પડયું હોત. ટ્રૅસિલિયન મને વારંવાર કહ્યા કરતા કે, મારે અમુક પુસ્તકો વાંચવાં જોઈએ – કોઈક વખત એવો આવશે જ્યારે એ વાંચ્યાં હોત તે સારું થાત, એમ હું મારે મોંએ કબૂલ કરીશ, એમ પણ તે કહેતા. અને મને લાગે છે કે, એવો વખત હવે આવ્યા જ છે.”
“મેં હમણાં થાડાં પુસ્તકો ખરીદ્યાં છે, મૅડમ – બજારમાં એક લંગડા જેવો માણસ વેચતા હતા – જોકે, તે મારા સામું નટ થઈને વિચિત્ર નજરે તાકી રહ્યો હતા.
""
66
“મને જોવા દે જોઉં, જૅનેટ; પણ એ તારા ધાર્મિક ઢાળનાં ગમગીન પુસ્તકો હશે તે નહીં વાંચું. – પણ આ શું? તું સાધુડી થઈને આવાં રમૂજનાં પુસ્તકો કયાંથી ખરીદી લાવી? મારે એ કંઈ નથી વાંચવાં, ” જુઓ, મૅડમ, આ બીજાં પણ છે, જે તમને કદાચ વધુ ગમશે – પાકશાસ્રનાં, જ્ઞાન-સંગ્રહનાં વગેરે. ’
""
,,
કાઉન્ટસ એ બીજાં પુસ્તકોનાં પાનાં પણ ફાવેતેમ ઊલટાવી જોતી હતી, તેવામાં આંગણામાં ઘેાડાના ડાબડા સંભળાયા, અને ઍમી રાજી થતી થતી અને બૂમા પાડતી બારીએ જોવા નાઠી -
66
મારા સ્વામી આવ્યા લાગે છે! વહાલા ડલી !”