________________
પાઈ દીધું!
૧૯૩ * “એમ ન માનશે બાન; મારા પિતા ગમે તેવા કડક તથા પિતાની ફરજ બજાવવામાં ઉત્સાહી હશે, પણ તે એવું –”
પણ તે જ ઘડીએ એન્થની ફેસ્ટર એક હાથમાં એક પ્યાલો તથા બીજા હાથમાં પીણાનું પાત્ર લઈને એ કમરામાં દાખલ થયો અને અત્યારના ઉશ્કેરાટમાં જરા શાંત પાડે તેવું એ પીણું પી જવા ઍમીને જરા હસીને આગ્રહ કરવા લાગ્યો.
જેનેટ થેડી વાર નવાઈ પામી પિતાના મોં સામું જોઈ રહી – એ મોં ઉપર કંઈક ભય, કંઈક અપરાધની આભા પથરાઈ રહેલી હતી. તે તરત કૂદીને વચ્ચે આવીને ઊભી રહી. તેણે કહ્યું, “બાપુ, લાવો મારા હાથમાં એ બધું આપો; મારાં માલિકણને પીવું હશે તે હું જ આપીશ.”
“ના, બેટા, તારે આ કામ કરવાનું નથી.”
“કેમ, કેમ બાપુ? માનવંત બાનુને પીવું હોય તો જ આપું એમાં ખોટું શું છે?”
“કારણ, કારણકે, – પણ તું અત્યારે ધર્મ-પાઠ થાય છે, તે સાંભળવા ચાલી જા; હું જ આ પીણું તેમને આપીશ.”
ના, ના, એ પાઠ તે ફરીથી પણ સંભળાશે, પણ અત્યારે હું મારાં માલિકણથી અળગી થવાની નથી. તમે એ પાત્ર મને જ આપી દો —” એમ કહીને તેણે તેના બાપના હાથમાંથી એ પાત્ર અને પવાલું જરા જોર કરીને ઝૂંટવી લીધું, અને પછી કહ્યું, “મારાં બાનુ માટે જ છે, તે હું એમાંથી તમારી શુભેચ્છામાં એક પવાલું પહેલું જ પી લઉં છું.”
ફેસ્ટરે એક શબ્દ પણ બોલ્યા વિના તેના હાથમાંથી તે પાત્ર પડાવી લીધું અને પછી શું કરવું તેનો વિચાર કરતા તે ત્યાં ચુપ ઊભો રહ્યો.
કાઉન્ટસ બાપ-દીકરી વચ્ચેની આ ઝૂંટાઝૂંટ જોઈ હતી. તેણે હવે ફેસ્ટરને કહ્યું, “માસ્ટર ફોસ્ટર, તમારી દીકરી એ પીએ એમ તમે ન ઈચ્છતા હો, તો તમે તે અમે બંનેની શુભેચ્છામાં એક પ્યાલું પી નાખો જ.”
ના, હું નહિ પી શકે.” “તે પછી એ મહા-અમૃત તમે કોને માટે રાખી મૂકવા માગો છો?”
“જેણે એ ગાળ્યું છે, તે સેતાન માટે.” એમ કહી તે એ કમરામાંથી ચાલ્યો ગયો.
પ્રિ૦- ૧૩