________________
૫૬૬
પ્રીત કિયે દુખ હોય' “અને તે માણસની જિંદગીને જરા પણ આંચ ન આવે, ખરુંને?”
“હા, પરંતુ મારે તે ઝેરનું મારણ સાથે રાખી તેની પાસે જ હાજર રહેવું પડે; જેથી કંઈક વધારે પ્રમાણમાં ઝેરની ખરાબ અસર જણાય, તો તરત સંભાળી લઈ શકું.”
“પણ તું તેની પાસે જ રહી શકીશ; અને તને ઈનામ પણ એવું રાજશાહી આપવામાં આવશે. પરંતુ તેણીની તબિયતને જરા પણ આંચ ન આવવી જોઈએ, નહિ તો તારું ત્યાં ને ત્યાં આવી બનશે.”
“તેળીને? તે શું કોઈ સ્ત્રી ઉપર મારી વિદ્યા અજમાવવાની છે?”
“મૂરખ, મેં તો કોઈ પંખિણી માટે એ શબ્દ વાપર્યો હતો. પણ તારી આંખના ચળકાટ ઉપરથી તું ઘણું ઘણું કલપી લેતો હોય એમ લાગે છે. તો પુરું જ સાંભળી લે – એ પંખિણી જેને પ્રિય છે, તે એની તબિયતને જરા પણ આંચ આવે તો દરગુજર કરે તેવો નથી. તે સ્ત્રીને કેનિલવર્થમાં થનારા ઉત્સવ-સમારંભમાં હાજર રહેવાને હુકમ થયો છે. પરંતુ તે સ્ત્રી ત્યાં ન જાય એ બહુ જરૂરી છે – આવશ્યક છે – અગત્યનું છે. એ અગત્ય કે આવશ્યકતા શા કારણે છે, એ વાત તે સ્ત્રીને જણાવવાની નથી, એટલે તે પિતે જ થઈને કેનિલવઈ જવાનું નામંજૂર કરે, એવું આપણે કરવાનું છે. કારણકે, તે સ્ત્રીને ત્યાં જવાનું ઘણું ઘણું મન હોય, એ સ્વાભાવિક છે.”
પણ એનો જાન લેવાનું મને નહિ કહેવામાં આવે, એની ખાતરી આપો છોને?”
“ઊલટું, તેને જાન ગયો, તે તારો જાન તરત જ જશે, એ તારે યાદ રાખવાનું છે.”
અને બદલામાં મને મારા પ્રયોગો ચલાવવા માટે પૂરી સ્વતંત્રતા અને સગવડ મળશે?”
બધી જ, બધી જ. પણ પેલી સ્ત્રીને દવા આપવાનું તે હું ત્યાં જાતે આવીને કહ્યું ત્યારે જ કરવાનું છે; તે પહેલાં નહિ. મારો માણસ માઇકેલ લેંમ્બૉર્ન તને કાલે સવારે આવીને લઈ જશે. ત્યાં સુધી તારે સૂવા માટેના આ ઘોલકામાં જ પુરાઈ રહેવાનું છે.”
એમ કહી, વાને એ તેને પિતાના કમરાના જ ખૂણામાં આવેલા એક ઘોલકામાં પૂરીને બહારથી તાળું માર્યું અને માઇકેલ લૅમ્બોર્નને પોતાના કમરામાં બોલાવ્યો.