________________
વીશીમાં ફરીથી ભેટો
૧૬૯ મારાથી મારા મામાને વંદન કર્યા વગર અહીં થઈને પસાર થવાય જ નહિ. ચાલે મામા, તમારે સારામાં સારો એક ગૅલન દારૂ કાઢે, અને ઉમરાવદિલ અલ ઑફ લિસેસ્ટરના માનમાં બધાને પીવા આપી દો!”
પણ એ બધા દારૂના પૈસા કોણ આપશે, ભાણાભાઈ? તમારી પાસે ખીસામાં બે ફદિયાંય છે ખરાં?” જાઇલ્સ ગોસ્લિગે પૂછયું.
“મામા, તમે હજુય મારી તાકાતમાં અને થેલીમાં અવિશ્વાસ રાખતા જ રહ્યા,” એમ કહી તેણે ખિસ્સામાંથી સોના-રૂપા-નાણું કાઢી બતાવ્યું અને ઉમેર્યું, “એના કરતાં તે મેકિસકો અને પેરુની ખાણોમાં સોનું મોજુદ છે કે નહિ એ પૂછો, કે રાણીજીની તિજોરીમાં સોનું વર્તમાન છે કે નહિ એ પૂછો ! – પણ રાણીજીને જય! મારા ભલા લૉર્ડ ઉપર તે ફિદા ફિદા છે !”
ભાણાભાઈ, તમે આવા બધા પૈસા કયાંથી કમાઓ છો, તે મને જરા બતાવી દો, તે સારી વાત !”
પૈસા? પૈસા કમાવાની રીત જાણવી છે? તો હું એક ગુપ્ત વાત કહી દઉં, મામા, આ મારી સાથે જે બુઢ્ઢો છે ને? – તેના મગજમાં નરી ચાંદીની ને સોનાની ખાણો ભરેલી છે – હું સોગંદ ખાઉં એના કરતાં વધુ ઝડપે તે સેનૈયા ને રૂપૈયા બનાવી શકે છે!”
મારે એવા બનાવટી પૈસા મારી થેલીમાં ભરવા નથી તો! રાણીજીના ચલણી નાણાને ઠગવા જતાં શું થાય, તે હું બરાબર જાણું છું.”
“મામા, તમે પૂરા ગધેડા છો! – અને ડૉક્ટર તું મારું કપડું શા માટે ખેંચ્યા કરે છે? – તું પણ પૂરો ગધેડો છે. તમે બંને આવા ગધેડા જ છો, એટલે હું કહી દઉં કે, મેં રૂપકની ભાષા જ વાપરી હતી. સોયા ને રૂયા એટલે ચલણી નાણું નહિ; પણ ચખું શુદ્ધ સોનું અને રૂપું –”
પેલે ડોસે. અલાસ્કો હવે બોલી ઊઠ્યો, “તું ગાંડો થયો છે? તારામાં કોઈ ભૂત પેઠું છે કે શું? અહીં આમ વીશી જેવી જાહેર જગામાં બધાની નજર આપણા ઉપર ખેંચવાની શી જરૂર છે, ભલા ?”
પણ હું સોગંદ ખાઈને કહું છું કે, કઈ તારી ઉપર નજર નહિ નાખે. જુઓ માસ્ટરો, તમારે કોઈએ આ સગૃહસ્થ ઉપર નજર કરવાની નથી – જે કોઈ નજર નાખશે તેની આંખે હું હાલ ને હાલ મારી આ કટારથી ખાતરી કાઢીશ – માટે નિરાંતે બેસ, ડોસા ! – આ તે બધા મારા જૂના ગોઠિયાઓ છે – તેઓ કોઈને ઉઘાડો પાડી દે તેવા નથી.”