________________
નો વેશ- નવી કામગીરી
લૅબૉર્નને પીધેલ હાલતમાં મેં થઈ ગયેલ આવેલો જોઈને વાને તરત તકી ઊઠયો, “બદમાશ પીધેલ બની ગયો, ખરું?”
ખસૂસ, મારા મહેરબાન, આજે આપણા લૉર્ડ લિસેસ્ટરના માનમાં અમે આખી સાંજ પી-પી જ કર્યું છે. જે માણસ આજે મારા લૉર્ડની થયેલી બઢતીના માનમાં ડઝનેક શુભેચ્છા-પ્યાલીઓ પીવા કબૂલ ન થાય, તેને મારી કટારના છ ઈંચ પીવા પડે, સમજ્યા?”
હરામજાદા, અબઘડી હોંસમાં આવી જા – હું હુકમ કરું છું. હું જાણું છું કે, તું તારું ઘેન મરજી થાય તો ફગાવી દઈ શકે છે. એટલે જો તું તરત ભાનમાં ન આવી ગયો, તો તારી ખેર નથી, સમજ્યો?”
લેંમ્બૉને તરત માથું ઢાળી દીધું; અને કમરા બહાર જઈ, બે-ત્રણ મિનિટમાં માથાના વાળ, કપડાં વગેરે બધું ઠીકઠાક કરી લઈ, પૂરા હોંસમાં પાછો આવ્યો.
જો, હું બરાબર સાંભળી લે; તારે આ નાના કમરામાં સૂતેલા કસબી માણસને કમ્મર-પ્લસ મથકે લઈ જવાનો છે. આ ચાવી લે સવારે બરાબર વખતસર તેને આવીને ઉઠાડજે. બીજો પણ કોઈ વિશ્વાસુ માણસ સાથે લેજે. મુસાફરી દરમ્યાન આ બુઢ્ઢા સાથે અદબથી વર્તજે – પણ તેને છટકવા ન દઈશ. તે છટકવા પ્રયત્ન કરે, તે તેને તરત જ ઠાર કરજે- મારી બાંહેધરી છે. કન્ઝર-પ્લેસમાં પૂર્વ તરફના ભાગમાં નીચેના કમરા તેને સોંપવાના છે; તેમાંની પ્રયોગશાળાનાં બધાં સાધનો પણ તે વાપરી શકે. તેનો પેલી બાનુ સાથે મેળાપ થવા દેવાનો નથી. પછી હું ત્યાં આવું ત્યાં સુધી તારે ત્યાં જ રોકાવાનું છે. પરંતુ તે દરમ્યાન તારે પીઠામાં જવાનું નથી અને ભડભડાટ કરવાનું નથી. કમ્નર-પ્લેસમાં રહે તેટલો વખત એક શ્વાસ પણ તેનાથી બહારની હવાનો લઈશ નહિ, સમજ્યો?”
બસ, વધુ કહેવાની કંઈ જરૂર નથી, મારા લૉર્ડ – અરે મારા માનવંત માલિક – અલબત્ત, તમે નાઈટ-પદધારી જલદી બનવાના જ છો, એની મને ખાતરી છે. હું વહેલી સવારે અહીંથી આને લઈને ઊપડી જઈશ, ખાતરી
રાખો. ”