________________
૧૫ર
પ્રીત કિયે દુઃખ હેય” ઓને મારે ન્યાય તે કરવો જ જોઈએ – તે લૉર્ડ ઑફ લિસેસ્ટર, તમારો આ સેવક ઍમી રોબ્સર્ટને પરણ્યો છે, એ બાબતની સચ્ચાઈ વિશે તમે ખાતરી આપો છો? – અલબત્ત, તમારા જાણવા અને માનવા મુજબ જ =”
લિસેસ્ટરને આ ઘા કારણે થઈ પડયો. પણ હવે તેનાથી પાછા ફરાય તેમ ન હતું - તે બહુ આગળ વધી ગયો હતો. એટલે તેણે એક ક્ષણ ખચકાઈને પછી તરત જવાબ આપી દીધો, “મારા માનવા મુજબ – અરે મને ખાતરી છે તે મુજબ ઍમી રોબ્સર્ટ પરણી ચૂકી છે.”
“છતાં નામદાર, હું એ જાણવા વિનંતી કરી શકું કે કયારે અને કયા સંજોગોમાં આ કહેવાતું લગ્ન –”
- “ચાલ, ચાલ, જુવાન ! – “કહેવાનું લગ્ન વળી શાન કહે છે? આ માનવંત અ પોતે પોતાના સેવક બાબત ખાતરી આપતા નથી? પણ તું પ્રેમની બાજી હારી ગયેલો માણસ છે – એટલે અમે તારા ઉપર કૃપાભાવ દાખવી, એ બાબતમાં ફુરસદે વધુ તપાસ કરીશું. લૉર્ડ ઑફ લિસેસ્ટર, તમને યાદ છે ને કે અમે આવતા અઠવાડિયે તમારા કેનિલવ-ગઢની મહેમાનગત ચાખવાનાં છીએ ? – તો તમે અમારા માંઘા મિત્ર અર્ક ઑફ સસેકસ ત્યાં અમને સોબત આપે તે માટે તેમને જરૂર નિમંત્રો.”
“જો અ ઑફ સસેકસ મારા ગરીબખાનામાં પધારવા કૃપા કરશે, તો હું અમે બે વચ્ચે જે મેળ હોવો જોઈએ એમ અ૫ નામદાર ઇચ્છો છો, તેના એક વધુ પુરાવારૂપ ગણીશ.” લિટરે છટાથી નમીને કહ્યું.
સસેકસ વધુ ગૂંચવાયા. તેમણે કહ્યું, “મૅડમ, હું મારી બીમારીમાંથી હમણાં જ ઊઠેલો છું એટલે ત્યાંના ઉત્રાવ-સમારંભના સમયમાં નાહક આડખીલીરૂપ નીવડીશ.”
“વાહ, અમે પોતે તમારી તબિયતની સંભાળ રાખીશું. તમે અમારા બહુ મોંઘા સેવક છે, અને અમારું ઘણું ઘણું તમને આભારી છે. અમારો રાજવૈદ માસ્ટર્સ જ તમારા પથ્યાપથ્યની સંભાળ રાખશે, એટલે તમારે કેનિલવર્થ આવવું જ પડશે. ઉપરાંત આ ટ્રેસિલિયન અને વાને બને તો બે અર્લોના સેવકો છે, એટલે તેઓ પણ કેનિલવર્થ મુકામે હાજર રહે. ત્યાં જ પેલી હેલન સુંદરીને પણ હાજર રાખજો, જેને કારણે આ બે જણર્મા
& ગ્રીક દંતકથાની સુંદરી, જેણે ઘણું ઉમેદવારોમાંથી મેનેલસને પસંદ કર્યો, ત્યારે પૅરીસ તેનું હરણ કરી ગયે, જેથી ટ્રોજન-યુદ્ધ થયું હતું. - સંપ૦