________________
૧૫૮
66
વાત ખરી છે, વાર્ને! મારી મહત્ત્વાકાંક્ષાએ મારા પ્રેમને દગા દેવરાવ્યા છે. ’
6
પ્રીત કિયે દુઃખ હોય'
“ઊલટું એમ કહેા, નામદાર કે, આપના પ્રેમે આપની ઉન્નતિને દગા દીધા છે, અને જગતમાં બીજા કોઈને પ્રાપ્ત ન થાય એવા સત્તા અને પ્રતિષ્ઠાના પદે પહોંચતાં આપને રોકી રાખ્યા છે. નામદાર લેડીને કાઉન્ટેસ બનાવવા જતાં આપે ાતે — બનવાની તક ગુમાવી છે.” “શું બનવાની તક
ગુમાવી છે? તારે જે કહેવું છે તે બાલી નાખ
જોઉં !” લિસેસ્ટર તડૂકયો.
66
રજ્ઞા બનવાની તક નામદાર; આખા ઈંગ્લૅન્ડના રાજા ! – અને એમ કહેવામાં રાણીજી પ્રત્યે કશા રાજદ્રોહ થતા નથી. કારણકે, ઈંગ્લૅન્ડ દેશની આખી પ્રજા પોતાનાં માનીતાં રાણીને એક સ્વરૂપવાન, ખાનદાન અને પ્રેમશૌર્યની ભાવનાવાળા તિ મળે, એમ ઇચ્છે છે.”
66
ગાંડા-બાંડા થયો છે કે શું, વાર્ને? પત્નીના ખાળામાંથી મળેલા તાજ પહેરવા જતાં સ્કૉટલૅન્ડના ડાર્નલેની શી વલે થઈ, તે તું ભૂલી ગયા, શું?”
66
“પર્ણ ડાર્નલે તો ગધેડો હતા, નામદાર. જો મૅરી આપ નામદારને પરણી હે!ત, તે તેને જુદી જાતના પતિ મળ્યો હાત અને આપ નામદારને જુદી જાતની નમ્ર અને કહ્યાગરી પત્ની મળી હોત.”
એ વાત ખરી છે, વાર્તો! મૅરીને નાથી શકે તેવો પુરુષ' ડાર્નલે ન હતા એ વાત સાચી. પરંતુ મૅરીને નાથી શકે તેવો માણસ ઇલિઝાબેથને પણ નાથી શકે, એ વાતમાં શે। માલ છે ? ઇલિઝાબેથને હ્રદય સ્ક્રીનું મળ્યું છે, પણ માથું
૧. સ્કૉટલૅન્ડની રાણી મૈરી હેન્રી સ્ટુઅર્ટ, લોડા લેને પરણી હતી. તે દુરાચારી ભૂખ હતા, અને રાણી તેનાથી ઘેાડા વખતમાં જ વિમુખ થઈ ગઈ. મૅરીના માનીતા સેક્રેટરી રિઝિયાનું તેણે ખૂન કરાવ્યું, એથી મૅરીની તેના પ્રત્યેની નક્ત ખાસ વધી ગઈ. ઘેાડા વખત બાદ ડા`લેનું ખૂન થયું, પણ તેમાં મૅરીને કેટલેા હિસ્સા હતા અથવા તે કાવતરાની મૈરીને કેટલી ાણુ હતી, તે હજુ નિશ્ચિત થઈ શકચુ' નથી. – સ`પા
૨. મૅરી ઇલિઝાબેથના હાથમાં કેદી તરીકે હતી, ત્યારે તેને અલ આફ લિસેસ્ટર સાથે પરણવાની વાત ખામુખા અપમાનિત કરવા ખાતર ધરવામાં આવી હતી, એ ઐતિહાસિક હકીકત છે. –સપા