________________
ન વેશ-નવી કામગીરી
૧૬૧ હા બેટા, મારી તમામ વિદ્યા, તમારી સેવામાં હાજર છે. આ કુંડળી જુઓ, કેટલું બધું ઉજજવળ ભાવી બતાવે છે? – અલબત્ત, ભયો, મુશ્કેલીઓ અને જોખમ વિનાની નહિ. એટલે તમારે હજુ તમારી કાર્ય કરવાની અને સહન કરવાની હિંમતને જરા વધુ ઊંચી કક્ષાએ લઈ જવાની જરૂર છે. ગ્રહો તે હજુ મોટો હોદ્દો, હજુ મેટું પદ તમને પ્રાપ્ત થાય એ ચોખ્ખું જણાવે છે. એ શું હોઈ શકે એ તમારે કલ્પી લેવું જોઈએ, મારાથી એનું નામ ન પાડી શકાય. માણસનું ગર્વિષ્ઠ મન ઇચ્છી શકે તેવું પદ, સત્તા, અને વૈભવ આ કુંડળી તો બતાવે છે.”
વાહ, આ તો મારું માથું ભમાવવા મારા દુશ્મનોએ જ તમને મોકલી આપ્યા લાગે છે! બોલો, તમારી આપ-સચ્ચાઈ પુરવાર કરી આપે તેવું કંઈ પ્રમાણ રજૂ કરે; નહિ તે, હમણાં જ હું તમારી ચામડી જીવતાજીવત ઉતરાવી દઉં છું.”
જુઓ નામદાર, આમ ગુસ્સો કરવાની કે શંકાશીલ બનવાની જરૂર નથી. છેલ્લા ચોવીસ કલાકથી હું આ બુરજમાં પુરાઈ રહ્યો છું. બહારના કોઈને મળ્યો નથી. તમે જ ચાવી ફેરવીને બારણું બહારથી બંધ કરેલું છે. મેં કશું ખાધું પણ નથી. તે પછી હું તમને એમ પૂછું છું કે, આકાશમાં તમારો સિતારો છેલ્લા ૨૪ કલાકથી બુલંદ થયો છે, તે પ્રમાણમાં તમારા પૃથ્વી ઉપરના ભાગ્યમાં પણ કાંઈ જ સારો કે શુભ કહેવાય એ ફેરફાર થયો છે કે નહિ? મારી સચ્ચાઈ બાબત તમારો જવાબ જ પ્રમાણ હશે. જો તેવું કશું ન બન્યું હોય, તો તમે મને ભલે એક હરામખોર ઠગ ગણી કાઢજો અને ચાન્ડિયા-બૅબિલોનમાં શોધાયેલી મારી વિદ્યા પણ ઠગવિદ્યા છે એમ માની લેજો.”
લિસેસ્ટર થોડો વિચારમાં પડી ગયો. પછી તેણે કહ્યું, “વાત સાચી છે – તમને બરાબર અલગ પાડીને પૂરી રાખવામાં આવ્યા હતા – કોઈ તમને મળી શકે કે કશું કહી શકે તેમ ન હતું – છતાં મારા ગ્રહો ઉપરથી તમે જેમ ભાખ્યું છે, તેમ છેલ્લા ચોવીસ કલાકમાં મારી પરિસ્થિતિમાં કંઈક સારો કહી શકાય તેવો ફેરફાર જરૂર થયો છે. એટલે મેં તમારે માટે શંકા કરવા જે કર્યું, તે બદલ હું દિલગીર છું. પણ તમે જે કહ્યું કે, મારા ભાગ્યમાં પ્રિ૦- ૧૧