________________
ગુરુજીનાં દર્શન !
૧૫૫
સાહેબ, ભૂત કરતાંય વધુ ખરાબ વસ્તુ મે... જોઈ છે. માત્ર ભગવાનની કૃપા કે, એ મને જુએ તે પહેલાં મેં તેને જોઈ લીધી, એટલે હું બચી ગયો. ”
(6
“તું શું કહેવા માગે છે, તે સમજાય તે રીતે તે બાલ, ભલાદમી !” “મને મારા ગુરુ-ઉસ્તાદ ડૉકટર ડોબૂબીને ભેટો થઈ ગયો, માલિક. ગઈ કાલે રાતે મારો એક મિત્ર, જે હમણાં નવો જ ઊભો થયા છે, તે મને રાજમહેલનું ઘડિયાળ જોવા લઈ ગયા. – મને એવી કળાકારીગરીની વસ્તુ જોવાના શોખ છે, એમ માનીને. એ વખતે ઘડિયાળ-ટાવરની બાજુમાં આવેલા એક બુરજની બારીમાં મેં મારા જૂના માલિકને ઊભેલા જોયા.
""
“તને કંઈ ભ્રમ થઈ આવ્યા હશે!” ટ્રેસિલિયને કહ્યું.
“ના, ના, મારી કંઈ ભૂલ થઈ નથી. તેમણે ભવૈયા જેવો પોશાક પહેર્યો હતો ખરો, પણ હું તેમને ઓળખી કાઢયા વિના રહું જ નહિ. એટલે હવે તેમની બાડની આટલી નજીક રહીને મારે મારા કમ-ભાગ્યને લલચાવવું નથી. હું ગમે તેવો વેશપલટો કરું પણ ડોબૂબી મને છેવટે ઓળખી કાઢયા વિના રહે જ નહિ. એટલે હું તે। આવતી કાલે જ અહીંથી વિદાય થઈ જવાના. અત્યારે તો એમની આટલી નજીકમાં હું છું, એ મેાતના પંજામાં જ છું, એમ મારે માનવું જોઈએ.
,,
tr
પણ અર્લ ઑફ સસેકસનું પછી શું?”
“તેમને પહેલાં જે ઝેર આપવામાં આવ્યું છે, તેમાંથી તે તે બચી ગયા છે. હવે ફરીથી તે જ ઝેર બીજા કશામાં તે ન લે, એટલે બસ. દરમ્યાન મેં આપેલી દવા વટાણા જેટલી રોજ સવારે ભૂખ્યા પેટે લેશે તે પૂરતું છે.” “ પણ ફરીથી એ ઝેર તેમના ખાવામાં ન જાય તે માટે શી સાવચેતી રાખવી, એ તું કહી શકશે, ભલા ?”
66
“એમને માટેનું માંસ બજારમાંથી ન ખરીદવું, તેમના મસાલા બહુ ખાતરીનાં દૂરનાં સ્થળાએથી ખરીદવા, તેમને માટે રાંધેલું પહેલાં રસોઈ કરનારને અને પીરસનારને ખવરાવવું; બહારથી આવેલાં અત્તરો,પૉમેડો, અને લેપા ન વાપરવાં, અને વાપરવાં તે દૂરના ખાતરીના સ્થળેથી લાવેલાં જ વાપરવાં. અજાણ્યા સાથે પીણું ન પીવું કે ફળ ન ખાવું. ખાસ કરીને તે કેનિલવર્લ્ડ જાય, ત્યારે તેમણે ખાનપાનની ચીજો બાબત આ બધી કાળજી