________________
૧૩૨
“પ્રીત કિયે દુઃખ હેય” રત્ન રાણીના હાથમાંથી લીધું અને તે આપનાર આંગળીઓને ભાવપૂર્વક ચુંબન કર્યું. રાણીની આસપાસના દરબારીઓ કરતાં તે કદાચ વધુ સમજતો હતું કે, રાણી પ્રત્યેની ભક્તિ બતાવવાની સાથે તેના વૈયક્તિક સૌંદર્યને પણ પુરુષ તરીકે તેણે અંજલિ અર્પવી જોઈએ. અને આ બાબતમાં તે પહેલા જ પ્રસંગે એટલો બધો સફળ નીવડયો કે, રાણીની સત્તાધીશતાને તેમ જ રાણીના વૈયક્તિક સૌંદર્યાભિમાનને બંનેને સંતોષ થયો.
અને રેલેથી રાણી ઇલિઝાબેથને જે સંતોષ થયો, તેનો પૂરો લાભ તેના માલિક અર્લ ઑફ સસેકસને પણ મળ્યો. કારણકે રાણીએ તરત અ ઓફ સસેકસને તેમની રુણશય્યા ઉપર જાતે જોવા જવા માટે પોતાની નાવ ડેપ્ટફર્ડ તરફ લેવરાવી.
રેલે સમજી ગયો કે રાણીના ભરમાયેલા કાનની સ્થિતિમાં નાની નાની બાબતમાંથી બહુ અગત્યના પરિણામો આવવાનો સંભવ છે; એટલે તેણે બીજી હોડીમાં અગાઉ જઈને પોતાના માલિકને રાણીજીના પધારવાની ખબર આપવાની પરવાનગી માગી. એમ જવાનું તેણે એવું કારણ ગોઠવ્યું કે, અર્લની નબળી સ્થિતિમાં રાણીજી અચાનક જઈને ઊભાં રહેશે, તે આનંદ અને આશ્ચર્યના માર્યા તેમને આઘાત પહોંચશે.
પણ રાણીને કાંતે આવો જુવાન દરબારી વણમાગ્યો પોતાની સલાહ આગળ કરે, એ અજુગતું લાગ્યું, કે પછી તેના કાનમાં ભરવામાં આવેલા સમાચારો કે, એ પોતાના મકાનને સશસ્ત્ર માણસોથી ઘેરાયેલું રાખે છે, એને કારણે અચાનક જઈને એ વાતની ખાતરી કરી લેવા તેણે ઇચ્છયું હોય, – ગમે તેમ, પણ તેણે લેને એટલો જ જવાબ આપ્યો, “તમારે તમારી સલાહ જ્યારે પૂછવામાં આવે ત્યારે જ આગળ ધરવી જોઈએ; અમારે અમારી આંખોએ જોવું છે કે, લૉર્ડ ઑફ સસેકસ પિતાની આસપાસ કેવી તૈયારીઓ રાખે છે.”
રેલે સમજી ગયો કે, અર્લ પોતે તો કયાંય કશી નજર રાખી શકતા નથી; અને તેમની આસપાસ ભેગા થયેલા બ્લાઉંટ જેવા બુધ્ધઓ કાંતે તે વખતે કંઈ ધૂળધમા ખાતા હશે કે પીતા હશે; અને રાણીને હલકી વસ્તુએના ખાનપાનની ગંધની બહુ સૂગ છે.
લૉર્ડ સસેકસ હજુ રાણીના વૈદને પાછા કાઢવાથી થયેલી બેઅદબી કેવી રીતે ધોઈ કાઢવી એની ચર્ચા જ ટ્રેસિલિયન સાથે ચલાવી રહ્યા હતા, તેવામાં