________________
૧૩૬
પ્રીત કિયે દુઃખ હોય' હું માનું છું તે મુજબ તે તે “ગાર્ટરનો* નાઈટ' જ એક દિવસ થઈ રહેવાનો છે. કારણકે, તે બહુ આગળ આવતો જાય છે; રાણી તેની સાથે પદપૂર્તિની રમત ખેલે છે, અને એવાં એવાં બીજાં ઘણાંય ચેટક તેમણે માંડયાં છે. રાણીની ચંચળ કૃપાદૃષ્ટિમાં મારું જે સ્થાન છે, તે હું મારી પોતાની મરજીથી તે અબઘડી છોડી દઉં, પણ પેલો બડફો સસેકસ કે તેનો આ નવો ખાંટ મને કોણિયાટીને ધકેલી મૂકે, એ તો હું હરગિજ સહન ન કરી શકું. મેં સાંભળ્યું છે કે, ટ્રેસિલિયન પણ હવે સસેકસ પાસે આવી લાગ્યો છે, અને તેને માનીત બની ગયો છે. હું તેને જાતે કરવા તૈયાર છું; પણ તે તો જાણીબૂજીને મરવા સામો જ આવે છે. તો પછી જેવું તેનું નસીબ – પણ સાંભળ્યું છે કે, સસેકસ પણ પાછો સાજો થઈ ગયો છે?”
મારા લૉર્ડ, સપાટ રસ્તા ઉપર પણ મુશ્કેલી પડે જ – ખાસ કરીને તે ઊંચી ટેકરી ઉપર જતો હોય ત્યારે. સસેકસની બીમારી ભાગ્યજોગે આવી મળી હતી, અને મને પણ એ બીમારીમાંથી ઘણાં સારાં પરિણામોની આશા હતી; પણ તે પાછા સાજા થઈ ગયા છે. જોકે, બીમાર પડતા પહેલાં તેમની સ્થિતિ જેવી હતી તેથી વધુ મજબૂત કંઈ બની નથી. અને તે વખતે તેમણે આપની સાથેની કુસ્તીમાં ઘણી પછાડે ખાધી છે. એટલે આપ નામદારે ચિંતા કરવાની જરૂર નથી; બધું સમુંસૂતરું પાર ઊતરશે. પણ ઝાડ ઉપર ચડવા ઇચ્છનારે નામદાર, ડાળીઓ પકડવી જોઈએ, ફૂલ-મંજરીને નહિ!”
“ઠીક, ઠીક, તું શું કહેવા માગે છે, તે હું સમજું છું. પણ કાલને માટે આપણા રસાલાને બરાબર તૈયાર કરી દેજે. તેને ભપકો સૌના કરતાં ચડિયાત હોવો જોઈએ. તેઓએ અંદરખાનેથી પૂરા શસ્ત્રસજજ રહેવું, પણ બહારથી તે જાણે તે શસ્ત્રો શોભાનાં જ છે એમ દેખાવા દેવું. અને તારે મારી નજીક જ રહેવું – મને તારો અચાનક ખપ પણ પડે – ”
અને સસેકસ તથા તેની મંડળીની તૈયારીઓ પણ ઓછી ચિતા- અને ચીવટ- ભરી ચાલતી ન હતી.
* “ગાર્ટર” એટલે પગનું મોજું ઊતરી ન પડે તે માટે તેના ઉપર બાંધવામાં આવતો બંધ. પરંતુ ઈંગ્લેન્ડને જૂનામાં જૂના અને સૌથી અગત્યનો ગણાત એ ખિતાબ છે. એનું અંગ્રેજી અક્ષરનું ટૂંકું રૂ૫ કે.જી. છે. એડવર્ડ ત્રીજાએ ૧૩૪૬ માં તે ઓર્ડર સ્થાપ્યો હતો. અહીં જન્મે અને ગાર્ટર એ બે વસ્તુઓના ભેદ ઉપરથી હોદ્દાને મેટો ભેદ ઉપલક્ષિત છે. - સપ૦