________________
૧૨૮
પ્રીત કિયે દુઃખ હેય” અમે હુકમ આપીશું જેથી તે તમને અમારી સેવામાં નાખી દીધેલા જભાના બદલામાં નવી કટને જલ્મો આપશે.”
નામદાર, ક્ષમા કરો,” વૉલ્ટર ખચકાતો ખચકાતો બોલ્યો; “આપના નાચીઝ સેવકથી આપની બક્ષિસોનો ફેરબદલો વાચી શકાય નહિ; પણ જો મને પસંદ કરવાની પરવાનગી હોય તો ”
તે તારે જલ્પાને બદલે સોનું જોઈએ છે, ખરુંને? ધ જુવાન! મને કહેતાં શરમ આવે છે કે, અમારી રાજધાનીમાં મૂર્ખતામાં પૈસા ઉડાવી દેવાનાં એવાં સ્થળો છે, કે તારા જેવા નાદાન જુવાનને રોકડ આપવું એ તે અગ્નિમાં ઇંધણ પૂરવા જેવું અથવા જાતની બરબાદી કરવાનાં સાધન પૂરાં પાડ્યા જેવું થાય. પણ હું જો જીવતી રહીશ અને રાજ્ય કરતી રહીશ, તે એ બધાં અધર્મી વિલાસસ્થાનો ઓછાં કરી નાખીને જ જંપીશ. પણ કદાચ હું બહુ ગરીબ હશે, અથવા તારાં માતાપિતા ગરીબ હશે – તો ઠીક તને તારી મરજી હશે તો સોનૈયા આપવામાં આવશે, પણ પછી તે તે શી રીતે ખર્યા એને જવાબ આપવો પડશે.”
રાણીએ પોતાનું કંઈક લાંબું વક્તવ્ય પૂરું કર્યું, ત્યાં સુધી વૉલ્ટર ધીરજપૂર્વક રાહ જોઈને ઊભો રહ્યા, અને પછી બોલ્યો કે, એને સોનું પણ જોઈતું નથી.
તે પછી તારે શું જોઈએ છે, છોકરા?”
“નામદાર, આપની યત્કિંચિત્ સેવા બજાવનાર જન્મો જ હવે પછી ઓઢયા કરવાની પરવાનગી – મને એ બહુમાન બક્ષી શકાતું હોય તે, મારે જોઈએ છે.”
“મૂરખ છોકરા! તારો જ જબ્બો ઓઢવાની પરવાનગી તું મારી પાસે માગે છે?”
એ જબ્બો હવે મારો રહ્યો નથી; આપ નામદારને પગ તેને અડક્યો, એટલે એ તો મોટા રાજવીના બરને જલ્મો બની ગયો; એના જૂના માલિકનો મોભો હવે તેને ધારણ કરવાનો રહ્યો ન કહેવાય.”
રાણીના મોં ઉપર ફરીથી લજજાની સુરખી ફરી વળી; અને પોતાની નવાઈ અને મૂંઝવણ ઢાંકવા તે ખડખડાટ હસી પડી.
આવું તે કદી કાંઈ સાંભળ્યું છે, ઉમરાવો? આ જુવાનનું માથું રોમાંચ-કથાઓ વાંચીને ભમી ગયું લાગે છે. એટલે મારે તેને વિષે વધુ વિગતો