________________
૯૪
- “પ્રીત કિયે દુખ હેય” મને સંરક્ષણ મળે, તે તેમની એથમાં મારે અહીંથી નીકળી જવું છે. આ બાજુ ચારે તરફના લોકો મને ઓળખે છે અને મને દેખીને તરત પથરા મારીને જ મારી નાખે.”
તને આ તરફના રસ્તાઓની બરાબર જાણકારી છે ખરી?” “અરે નામદાર, અંધારી રાતે પણ એકેએક રસ્તો હું બરાબર પકડી
“પણ તારી પાસે સવારીનું કાંઈ સાધન નહીં હોયને?”
માફ કરજો; પણ હું કહેવાનું ભૂલી ગયો : મારા ગુરુ પાસેથી મને જે વારસો મળ્યો છે, તેમાં તેમનું એ ઘોડું જ કંઈકે કીમતી વસ્તુ છે. અલબત્ત, બેએક રોગો મટાડવાના અદ્ભુત નુસખા પણ મને મળ્યા છે; પણ તેમની કિંમત તો એ અંગેનો ઉપચાર કરતી વખતે જ ગણાય. તેમનું એ ઘોડું અહીં આસપાસમાં ચરનું જ હશે. હું સીટી મારીશ એટલે તરત તે હાજર થઈ જશે – એને એ રીતે પહેલેથી શીખવેલું છે.”
તે તું બરાબર હાથ-મોં ધોઈને સાફ થઈ જા અને હજામત-બજામત પણ કરી લે. આ રીંછનાં ચામડાં પણ ફેકી દે, અને બીજો કોઈ પહેરવેશ તારી પાસે હોય તો પહેરી લે. હું તને મારી સાથે અહીંથી સહીસલામત દૂર કાઢી જઈશ. તારામાં ચાલાકી અને હિંમત બંને વાનાં છે; અને એ બે વાનાંની જરૂર પડે એવું કામ હમણાં મારા હાથ ઉપર છે. એટલે તું જો ગુપ્તતા જાળવી શકીશ અને વફાદાર નીવડીશ, તો મારી સાથે જ થોડો વખત રહી શકીશ.”
વેલૅન્ડ સ્મિથે તરત એ પ્રસ્તાવ સ્વીકારી લીધો; અને પોતાના નવા માલિક પ્રત્યે વફાદારી અને નિષ્ઠા દાખવવાની ખાતરી આપી. થોડી જ મિનિટમાં તેણે દાઢીના અને માથાના વાળમાં કાપકૂપ કરીને તથા કપડાં બદલીને તેના બાહ્ય દેખાવમાં એવો ફેરફાર કરી લીધો, કે ટ્રેસિલિયને જ તેને કહી દીધું કે, તારા આ નવા વેશમાં પહેલાંનું પરિચિત કોઈ તને ઓળખી કાઢી શકે તેમ નથી, એટલે ખરી રીતે તારે કેઈના સંરક્ષણની જરૂર ન કહેવાય.
પણ વેલેંન્ડે જવાબ આપ્યો, “આ નવા વેશમાં મારા દેવાદાર લોકો મને પૈસા ન આપવા પડે તે માટે ભલે ન ઓળખે; પણ મારા કોણદારો મને ન ઓળખી કાઢે એવા આંધળા બની જાય, એમ હું માનતો નથી.