________________
૧૨૨
પ્રીત કિયે દુઃખ હેય” મોઢાને માંજ્યા કર્યું છે, તે બધાને નામે મીંડું મૂકે, મોટાભાઈ!” બ્લાઉંટે ટકોર કરી. - “ના રે ના, જ્યાં સુધી આયર્લેન્ડમાં અને નેધરલૅન્ડઝમાં લડાઈઓ ચાલ્યા કરે છે, તથા દરિયામાં રસ્તા વિનાનાં મોજાં ઊછળ્યા કરે છે, તથા સામે પાર અફાટ મુલકો વસાવવાના પડયા છે. અને બ્રિટનમાં એ ખોળવા જવા જેવી છાતીવાળાં બહાદુર માણસો વસે છે, ત્યાં સુધી કશાને માટે હું મીંડું શા માટે વાળું, મહેરબાન? ઠીક પણ હું આંગણામાં જઈ પહેરેગીરોને જોઈ આવું.”
એમ કહી તે ચાલ્યો જતાં બ્લાઉંટે માર્ણમ તરફ ફરીને કહ્યું, “એની નસોમાં નર્યો પારો જ વહ્યા કરે છે.”
તેના લોહીની જેમ તેના મગજમાં પણ પારો જ ચડેલો છે, જે કાં તે તેને ઊંચે ચડાવશે કે નીચે પછાડશે. જોકે, માસ્ટર્સને અંદર ન આવવા દેવામાં તે તેણે અવિચારીપણું દાખવ્યું હશે, પણ એની તો તેણે સાચી સેવા જ બજાવી છે; કારણકે ટ્રસિલિયનવાળા વૈદે તાકીદ આપી હતી કે, અલને આ ઊંઘમાંથી જગાડવા એટલે તેમનું મોત જ લાવવું, એવો અર્થ થશે. પણ માસ્ટર્સ જો અંદર આવ્યો હોત, તો તેણે ગમે તેમ કરીને અર્લને જગાડવાનો જ પ્રયત્ન કર્યો હોત.”
દિવસ બરાબર ચડ્યો, ત્યારે ઉજાગરાથી અને થાકથી નંખાઈ ગયેલો ટ્રસિલિયન કમરાની બહાર આવ્યો અને દીવાનખાનામાં આવી તેણે સૌને શુભ સમાચાર સંભળાવ્યા કે, અર્લ પોતાની મેળે જ જાગ્યા છે અને તેમના શરીરની અંદરની તકલીફો ઘણી ઓછી થઈ ગઈ છે તથા તે આનંદથી અને આરામથી વાત કરે છે. ટ્રેસિલિયને હવે દીવાનખાનામાં બેઠેલામાંથી બે જણને અર્લ પાસે જઈ કંઈ સમાચાર આપવાના હોય તો તે કહેવા તથા તેમના કમરામાં રાતભર જાગતા રહેલાઓને છૂટા કરવા જણાવ્યું.
અનેં જ્યારે રાણીજીના સંદેશાની વાત જાણી, ત્યારે રાજવૈદને પોતાના જુવાન અનુયાયીએ જાકારો આપ્યો હતો તે હકીકતથી તેમને એકદમ તો હસવું આવી ગયું, પણ પછી તરત સાબદા થઈ જઈ તેમણે બ્લાઉટને કહ્યું, “તું એકદમ હોડીમાં બેસી ગ્રીનવીચના રાજમહેલે પહોંચી જા સાથે વૉલ્ટર અને ટ્રેસીને પણ લઈ જજે, અને રાણીજીને ઉચિત શબ્દોમાં મારી બાબતમાં