________________
ફરી પાછું ઘડવૈદું!
૧૨૫ ઇલિઝાબેથ સ્ત્રીત્વની પરાકાષ્ઠાએ હતી, અને સામાન્ય સ્ત્રીમાં પણ જે બાંધો સુઘડ ગણાય, પણ રાજભવના રૂઆબ સાથે ભળવાથી રાણીમાં તે જે સુંદરતા જ ગણાય, એવા બાંધાવાળી તથા દેખાવવાળી હતી. તેણે એક હાથે લૉર્ડ હસ્જનનો ટેકો લીધો હતો. રાણીનો માના પક્ષે તે સગો થત હેઈ, તેની સાથે આ જાતની નિકટતા દાખવવાનું ગૌરવ તેને મળતું.
વૉલ્ટર કદી રાણીની આટલી નિકટ પહોંચ્યો ન હતો; એટલે તે આગળ વધતી વધતો વૉર્ડની પંક્તિ સુધી પહોંચી ગયો. બ્લાઉન્ટ તેની પૃષ્ટતાને શાપ દેતા દેતો તેને પાછો ખેંચવા લાગ્યો, ત્યારે છેવટે અકળાઈને વૉલ્ટર ઝટકો મારી તેના હાથમાંથી સદંતર છૂટો થઈ ગયો. માથેથી બૉનેટ ઉતારીને હાથમાં લઈ, તે સામે આવતી રાણીની સામે એકીટસે જોઈ રહ્યો. તેને જન્મે એક ખભેથી સરકી ગયો હતો તેનું તેને ભાન રહ્યું ન હતું, અલબત્ત, એથી એના સુઘડ અવયવો અને સુંદર બાંધો વધારે પ્રગટપણે દેખાઈ આવતા હતા.
વૉર્ડરો પણ તેનો કીમતી પોશાક તથા તેને ખાનદાન ચહેરો જોઈ જરા ડઘાયા, અને બીજા પ્રેક્ષકોને આવવા દે, તેના કરતાં તેમણે તેને રાણી
જ્યાં થઈને પસાર થવાની હતી, તે જગાની વધુ નજીક આવવા દીધો. પરિણામે, વૉટર રાણીની નજર બરાબર પડે તે પ્રમાણે જ આગળ આવી ઊભો રહ્યો. તેના મોં ઉપર ઉત્સુકતા, પ્રશંસા અને સંમાનની જે આભા છવાઈ રહી હતી, તેથી તેનું મોં વળી વિશેષ આકર્ષક બની રહ્યું. અને રાણી ઇલિઝાબેથ પોતે પોતાના પ્રજાજનોમાં પ્રશંસાનો ભાવ પ્રગટ થાય તે જોવા હંમેશ ઉત્સુક રહેતી હોવાથી તથા પોતાના દરબારીઓના સુઘડ બાંધાની તથા સુંદર દેખાવની કદરદાન હોવાથી, હિંમતપૂર્વક વધુ આગળ આવીને ઊભેલા તેની તરફ જરાય ક્રોધમિશ્રિત નહિ એવી આશ્ચર્યની નજરે જોઈ રહી. પણ એવામાં એક એવો વિચિત્ર બનાવ બન્યો, જેથી તેની નજર તેના તરફ વિશેષ ખેંચાઈ.
આગલી રાતે વરસાદ પડયો હતો; અને વૉલ્ટર ઊભો હતો ત્યાં આગળ જરા કાદવ જેવું થયેલું હોવાથી રાણી ચાલતાં ચાલતાં જરા ખચકાઈ.
૧. ૪૧ વર્ષની ઉંમરની હતી. - સંપા
૨. ઇલિઝાબેથની મા એન બોલીન; તેની મોટી બહેન મૅરી બોલીનને તે પુત્ર થાય. – સંપા