________________
પ્રીત કિયે દુઃખ હૈય” “એટલે કે કોઈ ઊંટવૈદ્યને દલાલ બન્યો, એમને?” ટ્રસિલિયને વચ્ચે જ પૂછયું.
“ના, છેક એવું તો નહિ, માસ્ટર ટ્રેસિલિયન; કારણકે રોગ તો બધાં પ્રાણીઓમાં સરખા જ હોય છે, અને ખીલો વાગ્યો હોય ત્યારે જે દવા ઘોડાને કામ આવે, તે તરવાર વાગી હોય ત્યારે માણસને કામ ન આવે, એવું ન કહી શકાય. એટલે હું ઘોડાની નાળ જડવાનો ધંધો કરતા હતા તે વખતનું જે ઘોડાવૈદું જાણતો હતો, તે વૈદું માણસનું વૈદું કરવામાં પણ બરાબર કામ આવતું. પણ મારા માલિકની આવડત અને ધંધો વધુ ઊંડાં હતાં. તે ગ્રહ ઉપરથી ભવિષ્ય ભાખી આપવાનો ધંધો પણ કરતા, તથા કીમિયાવિદ્યામાં પણ આગળ વધેલા હતા. તે બધા રોગો ઉપર કામ આવે એવી અમૃત-સંજીવની જેવી દવા ગાળવાની માથાકૂટ પણ કરતા હતા તથા સેનું ગાળવાની પણ. લોકોને છેતરીને જે પૈસા તેમણે ભેગા કર્યા હતા હતા, તે બધા પૈસા પછી પિતાને છેતરવા માટે આ ગુપ્ત પ્રયોગશાળા ઊભી કરવા પાછળ તેમણે ખર્ચવા માંડયા.
એમના મગજમાં એવી ધૂન જ ભરાઈ ગઈ હતી કે, એ બંને સિદ્ધિઓ હવે તેમને પ્રાપ્ત થવી હાથવેંતમાં છે. થોડી વધુ મહેનત અને થોડા વધુ ખર્ચને જ સવાલ છે. ફરિંગ્ડન શહેરમાંના તેમના ચાલુ રહેઠાણમાંથી તે અવારનવાર આ પ્રયોગશાળામાં ચાલ્યા આવતા. તેમના દરદીઓ અને શિષ્યો એમ જ માનતા કે તે ભૂત સાધવા અથવા સાધેલા ભૂતને પ્રસન્ન રાખવા કોઈ અજ્ઞાત સ્થળે ચાલ્યા જાય છે. મને પણ તે છેતરવાનો પ્રયત્ન કરતા; પણ છેવટે તે જાણી ગયા કે હું તેમની આ ગુપ્ત પ્રયોગશાળાની વાત જાણી ગયો છું, એટલે મને હવે તે જોખમકારક માણસ માનવા લાગ્યા.
દરમ્યાન તેમની નામના એટલી બધી વધતી ચાલી, અને ખાસ કરીને ભૂતવિદ્યાના જાણકાર તરીકે કે, ભલભલા મોટા લોકો એને લાભ લઈ ભલભલાં અપકૃત્ય કરવા-કરાવવામાં તેમની મદદ લેવા આવવા લાગ્યા. તે તે એ રીતે મોટાઓની એાથ પામી સુરક્ષિત બની ગયા, પણ મારી બાબતમાં પરિણામ ઊલટું આવ્યું : લોકો મને ભૂતની પાવડી જ ગણવા લાગ્યા. મારા ઉસ્તાદથી તે લોકો ડરતા એટલે તેમને કશું ન કરે, પણ હું તો ગામમાં થઈને દિવસે નીકળું એટલે મારા ઉપર રથર જ વરસ લાગે. એટલે સારું તે ગામમાં જાહેર રસ્તા ઉપર નીકળવાનું જ બંધ થઈ ગયું.