________________
૧૦૩
ઘડવૈદ! આપણે તો ઍમીને એ બદમાશની જાળમાંથી છોડાવી લાવવાનો જ પ્રયત્ન કરવો જોઈએ.”
“મારે એ બાબતમાં જ તમે મિત્રોની મદદ જોઈએ છે. વાર્નેના પેટ્રન અર્લ ઑફ લિસેસ્ટર રાણીજીના બહુ માનીતા છે અને તે રાણીજીના જમણા હાથ તરફ ઊભા હશે, તોપણ, હું તે રાણીજી આગળ આ બદમાશે મહેમાનગતના કાયદાનો ભંગ કરીને કુંવારિકાને ફસાવી-ભરમાવીને તેના પિતાને ત્યાંથી કાઢી જવાના કરેલા અપરાધ બદલ ફરિયાદ પેશ કરવાનો ઇરાદો રાખું છું.”
“ખરી વાત છે,” પાદરીબુવા બોલ્યા, “રાણીજીએ પોતાની પ્રજા સમક્ષ જીવનમાં સંયમ અને ઇંદ્રિયનિગ્રહનો સારો નમૂનો પૂરો પાડ્યો છે; એટલે તે તો આ અપરાધને ખૂબ જ ગંભીર ગણશે અને આ ફરિયાદ પ્રત્યે પૂરતું લક્ષ આપશે. પરંતુ વાને જો અર્ક ઑફ લિસેસ્ટરનો જ નોકર હોય, તો રાણીજી સુધી પહોંચતા પહેલાં તારે અર્લ પાસે જ ફરિયાદ નિવેદિત ન કરવી જોઈએ? જો તે જ આ કિસ્સામાં ન્યાય ચૂકવી દે, તો પછી સીધા રાણીજી પાસે એમના નોકરની ફરિયાદ લઈ જઈને, એમના જેવા સબળાને નાહક શા માટે દુશ્મન બનાવવા?”
તમારી સલાહ મને ગળે ઊતરતી નથી; મારા ઉમરાવ-દિલ પેટ્રન સર ઘુ રોબ્સર્ટ અને દુ:ખી ઍમી અંગેની ફરિયાદ દેશનાં રાણીજી પાસે જ સીધી લઈ જવી જોઈએ. લિસેસ્ટર ગમે તેવો મોટો માણસ હોય, પણ તેય આપણા જેવો પ્રજાજન જ છે; એટલે હું મારી ફરિયાદ તેની આગળ શા માટે લઈ જાઉં? છતાં તમે કહ્યું છે, તે અંગે હું વિચાર જરૂર કરીશ. પરંતુ સર હૃ. રોબ્સર્ટ મને એમની ફરિયાદ રજૂ કરવા માટે મુખત્યારનામું લખી આપે તો જ મારાથી આગળ વધી શકાય. મારા નામે એ ફરિયાદ હું રજુ કરું એ ઠીક નહીં. કારણકે, એમીને એ બદમાશ હજૂરિયા ઉપર એટલો બધો પ્રેમ હોય એમ લાગે છે કે, તરછોડાયેલા પ્રેમી તરીકે તે એ બાબતમાં મારાથી કશી ફરિયાદ કરી શકાય જ નહિ. પણ સર હ્ય રોબ્સર્ટ, એક પિતા તરીકે, પિતાને ઘેખામાં રાખી, પોતાની પુત્રીને ભરમાવીને કાઢી જવામાં આવી છે, એવી ફરિયાદ કરી શકે.”
ખાનદાનોની વંશાવળીના નિષ્ણાત માસ્ટર મુંબ્લેઝન તરંત આકળી થઈને બોલી ઊઠયા, “અરેરે, તે કુંવારી અને વંધ્યા મરી જાય તે સારું,