________________
૧૧૦
પ્રીત કિયે દુઃખ હેય હકીકત કહીને ટ્રસિલિયન, વેલૅન્ડ સ્મિથ અને સ્ટીવન્સ એ ત્રણે મારતે ઘોડે ત્યાંથી લંડન તરફ જવા ઊપડી ગયા.
સેઝ-કોર્ટ તરફ
સિલિયન અને તેના સાથીદારો ઝડપથી આગળ વધ્યે જતા હતા. વેલૉન્ડે પોતાનો દેખાવ અદભુત રીતે બદલી નાખ્યો હતો. તેથી બર્કશાયરમાં થઈને પસાર થવાનું હતું ત્યારે પણ તે જરાય ગભરાયો નહિ. જ્યારે અર્લ ઑફ લિસેસ્ટરના મળતિયાઓના પ્રદેશમાં થઈને તેઓ પસાર થતા હતા, ત્યારે તેની હાજરજવાબીએ ટ્રોસિલિયનને જ ઘણી સગવડ કરી આપી. કોઈક જગાએ તે કહેતો કે, ટ્રેસિલિયન તે આયર્લેન્ડના લૉર્ડ ડેપ્યુટી છે અને બળવાખોર મેકકાર્થોનું શું કરવું તે બાબત રાણીજીને હુકમ પૂછવા છૂપા વેશે આવ્યા છે; બીજી જગાએ તે કહેતો કે, તે તે ફ્રાંસના “માઁ શ્યોરના કારભારી છે, રાણી ઇલિઝાબેથના હાથની માગણી કરવા આવ્યા છે, અને ત્રીજી જગાએ વળી તે કહે કે, એ તો સ્પેનના ડયૂક ઑફ મેડિના છે, અને રાણીજી અને સ્પેનના રાજા ફિલિપ વચ્ચેની તકરારોનો નિકાલ લાવવા ગુપ્ત વેશે આવ્યા છે.
ટ્રેસિલિયન વેન્ડનાં આવાં ગપ્પાંથી બહુ ચિડાતે, પણ વેલૅન્ડ કહેતો કે, તમારો ખાનદાન રૂઆબ એવો આગળ પડતે છે કે, લોકોની ઇંતેજારીને આવી રીતે જ સંતોષવી પડે તેમ છે.
૧. આયર્લેન્ડમાં ઇંગ્લેન્ડનો કાર્યકારી પ્રતિનિધિ. જે બળવારનું નામ આપવામાં આવ્યું છે, તેવું કોઈ ઐતિહાસિક પાત્ર તે વખતે ન હતું. – સપાટ
૨. રાજસિંહાસન માટે રાજા પછી બીજા નંબરને વારસદાર ક્રાંસમાં માં ” કહેવાય છે. તે વખતે ડચક ઓફ આજુ “મોર' હતો અને હેત્રી-૩ ક્રાંસનો રાજા હતો.
૩. તે વખતે ઈંગ્લેન્ડના ચાંચિયાએ સ્પેનનાં સંસ્થાનો અને વહાણવટા ઉપર બહુ ડાકા પાડતા. - સપાટ