________________
ઘેાડાવૈદ!
૧૦૧
ટ્રોસિલિયને કશે। જવાબ આપવાને બદલે પાતાને પંજો પાતાના ચહેરા આડે દબાવી દીધા.
66
‘બસ, બસ, હું સમજી ગયા . પરંતુ એડમંડ, તારે એને કારણે આંસુ સારવાની જરૂર નથી. રડવાનું તો મારે હોય, કારણકે, તે મારી પુત્રી હતી. તારે તે ઊલટું રાજી થવું જોઈએ કે, એવી હરામખાર છોકરી તારી પત્ની ન બની. ભલા ભગવાન ! તું જે ધારે તે ખરું. બાકી, હું રોજ રાતે અમી અને એડમંડ બંનેને લગ્ન-સંબંધથી જોડાયેલાં જોવા કેવી પ્રાર્થના કર્યા કરતા હતો? અને જો તે પ્રાર્થના સફળ થાત ? ”
થઈ હોત, તે આજે શી વલે
પાદરીબુવાએ સર જૂને શાંત પાડતાં કહ્યું, આપણી બધી આશાઓ અને વાત્સલ્યની સુપુત્રીને એટલી બધી બદમાશ હોય, મિત્ર.
માની લેવાની જરૂર ન
""
""
“ ખરી વાત, એ જે હલકટતાનું પાત્ર બની છે, તેને સામાન્ય ગાળ ગેાળ શબ્દોમાં વર્ણવવી એ જ એને અન્યાય કર્યો કહેવાય. ડેવાનશાયરના મારા જેવા ગામઠી ગમારની છેાકરી મેાજીલા દરબારીની પ્રિયતમા બને, એ તો એને તે સૌને માટે બડભાગીપણું જ ગણાયને? અને એ દરબારી પણ વાને હાય – જેના દાદાને મારા બાપે કઈ લડાઈમાં – મને કેમ કશું યાદ આવતું નથી ?
,,
66
ભલા પાદરીબુસાએ કહ્યું, નામદાર, તમે તમારા કમરામાં જઈ જરા ઊંઘવા માટે પ્રયત્ન કરો તો કેવું? વૈદ્ય તમને જરા શાંતિ થાય તે માટેની દવા મૂકતા ગયા છે.
""
""
‘ ખરી વાત, ખરી વાત, જૂના મિત્ર! આપણે આપણી કસોટીઓના બહાદુરીથી સામના કરવા જોઈએ – આપણે તો એક સ્ત્રી જ ગુમાવી છે ને ? – જો ટ્રોસિલિયન, ” – એમ કહી તેમણે છાતી ઉપરથી ચળકતા વાળની એક લટ કાઢીને બતાવી, —” જો આ લટ જો! જે રાતે તે નાસી ગઈ એ રાતે રોજના નિયમ મુજબ સૂતા પહેલાં તે મારે ગળે વળગી હતી અને હંમેશ કરતાં વધુ વહાલ મને કરવા લાગી હતી. હું બુઢ્ઢો ખૂસટ કશું સમજ્યો નહિ અને તેની આ લટ મારી આંગળીમાં વીંટતા રહ્યો. તેણે તરત કાતર કાઢીને એ લટ કાપીને મારા હાથમાં જ રહેવા દીધી – જાણે એટલું જ સંભારણું હું હવે જોવા પામવાના હોઉં ! '’
એનું