________________
૧૦૦
પ્રીત કિયે દુઃખ હેય” રામાં લઈ ગયો. પછી સિલિયનને હમણાં જ સર ચૂ પાસે લઈ જવાય એમ છે કે નહિ, એ જોઈ આવવા પહેલો તે એકલો અંદર જઈ આવ્યો. તો સર ટૂ ઝોકે ચડયા હતા એટલે માસ્ટર મુંબ્લેઝનને ટ્રે સિલિયન આવી પહોંચ્યાની ખબર સર ટૂને યોગ્ય વખતે કહેવાનું જણાવી તે ટ્રે સિલિયન પાસે આવ્યો અને પૂછવા લાગ્યો, “શ્રીમતી ઍમીની શી ખબર લાવ્યા છો? તમારી ભમ્મરો જોતાં તમે કંઈ સારા સમાચાર લાવ્યા હો એમ લાગતું નથી. મને તમારી ઉપર જ આશા હતી કે, કોઈ પણ માણસ જો શ્રીમતી ઍમીને શોધી લાવી શકે તે તમે જ. એટલે હવે કશી આશા રહેતી નથી. કદીક બેટ વાને જો મારા હાથમાં આવે, તો તેના માથાનાં બે ફાડિયાં કર્યા વિના નહીં છોડું –”
પણ એટલામાં માસ્ટર મુંબ્લેઝન ત્યાં આવ્યા અને ટ્રેસિલિયનને સર ધૂના મોટા ચેમ્બરમાં બોલાવી ગયા. વિલ બેજર પણ વગર બોલાવ્યો સાથે ગયો, જેથી ટૂ સિલિયનને દેખીને સર હ્ય કંઈક માનસિક રીતે જાગ્રત થાય છે કે નહિ તે જોઈ શકાય.
કદાવર શરીરવાળા અને મેદાની રમતના શોખીન સર શૂની જે કરુણ પરિસ્થિતિ ટ્રેસિલિયને જોઈ, તેથી તેની આંખમાં પાણી આવી ગયાં. સર @એ તેને નજીક આવતા જોયો એટલે જાણે ઊંઘમાંથી જાગ્રત થયા હોય તેમ વગર બોલે માત્ર હાથ પહોળા કર્યા. ટ્રેસિલિયને તરત તેમાં પડતું નાખ્યું. સર સૂએ તેને છાતી સરસ ચાંપી દીધો.
હજુ જીવવા માટે કંઈ બાકી રહ્યું છે ખરું,” એમ કહેતાં કહેતાંમાં તો સર ટૂ હૃદયફાટ રડી પડ્યા. અત્યાર સુધી દબાઈ રહેલો અને દબાવી રાખેલો તેમને મૂંઝારો એકદમ છૂટો થઈ ગયો, અને તેમની આંખમાંથી આંસુના રેલા તેમના ગાલ ઉપર થઈને ઊતરવા લાગ્યા.
મારા માલિકને રડતા જોવા બદલ હું કદી પરમાત્માને આભાર ન માનત; પણ આજે હું માનું છું; કારણ કે રડવું એટલે લાગણી થવી; અને લાગણી થવી એટલે જાગ્રત થવું!” વિલ બેજર બોલી ઊઠ્યો.
“તને કશા સવાલ પૂછવાનો નથી, એડમંડ, તું એને શોધી શક્યો નથી, અથવા એવી સ્થિતિમાં તને એ જડી છે કે જેથી તે ખેવાયેલી રહે એમ જ આપણે સૌ ઈચ્છીએ, ખરને?”