________________
ઘોડાદ! પણ એમાંનું ઘડિયાળ આજે બંધ પડેલું જોઈ, ટ્રોસિલિયનની ચિતાને પાર ન રહ્યો. કારણકે, એ વૃદ્ધ ઉમરાવની નિર્દોષ ધૂનેમાંની એક ચોક્કસ સમય અવારનવાર જાણતા-જોતા રહેવાની હતી. જેઓને ખાલી સમય ભરપટ્ટે મળેલો હોય છે, તેઓને એ ચીવટ વધારે હોય છે!
ટ્રોસિલિયન વેલૅન્ડ સ્મિથ સાથે જંગમ-પુલ ઉપર થઈને આંગણામાં દાખલ થયો, અને જાણીતા નોકર-ચાકરને નામ દઈને પોકારવા લાગ્યો, પણ કઈ જ હાજર ન હતું. માત્ર તેની બૂમોના પડઘા જ વધુ ઘેરા થઈ પાછા આવવા લાગ્યા. છેવટે સર ટ્યૂનો માનીતે વફાદાર હજૂરિયો વિલ બેજર ત્યાં આવ્યો. તે એમના કવાયર તરીકે કામ કરતો, તેમજ શિકાર-કારભારી તરીકે કામ આપત. ટ્રેસિલિયનને ઓળખી, તેના ખરબચડા ચહેરા ઉપર આનંદની આભા છવાઈ ગઈ.
“ભગવાન તમારું ભલું કરે, માસ્ટર એડમંડ, તમે પોતે જ છોને? ખરે વખતે આવી પહોંચ્યા – હું, પાદરીબુવા અને માસ્ટર બ્લેઝન – સૌની અક્કલ જ કહ્યું નથી કરતી. સર ઘૂ વિચિત્ર બીમારીમાં સપડાઈ ગયા છે. ખાય છે – પીએ છે તો ખરા; પણ ચિત્તભ્રમ જેવા થઈ ગયા છે અને રાતે કે દિવસે બિલકુલ ઊંઘતા જ નથી. તેમની માનીતી રમતગમત, માસ્ટર મુંબ્લેઝનની રાજ-કહાણીઓ કશામાં તેમનું મન રહ્યું નથી. મેં એમનું વહાલું ઘડિયાળ પણ બંધ કરી દીધું – એ જોવાકે, એના ટકોરા બંધ પડયા એટલુંય તેમના લક્ષમાં આવે છે કે નહિ. પણ તેમને કશાનો ખ્યાલ રહ્યો હોય તો ને? મેં એમના માનીતા કૂતરા બુંગેની પૂંછડી ઉપર જાણી જોઈને પગ પણ મૂક્યો – અને તમે જાણો છો કે, પહેલાં તો એવું મારાથી થઈ જતું ત્યારે તે કેવા મારા ઉપર તડૂકતા – પણ એનુંય કશું નહિ! મને તો કશી સમજ પડતી નથી.”
ચાલ, ચાલ, બધું મને અંદર જઈને કહેજે – દરમ્યાન આ ભાઈને રસેડા-ઘર તરફ લઈ જા અને બરાબર ખાવાનું પીવાનું આપવાની વ્યવસ્થા કરી દે. એ બહુ કસબી માણસ છે.”
બીજો ગમે તે કસબ જાણે તેનું શું? અત્યારે આપણને ઉપયોગી થઈ શકે તેવો કસબ જાણતા હોય તો તે ખરું; બાકી, રસોડામાંથી ચમચા ઉપાડી લેવાનો કસબ જાણનારા ઘણાય મળે છે.” એમ ગણગણતો વિલ બેજર, વેલૅન્ડને બટલરની ભાળવણીમાં મૂકી, તરત ટ્રોસિલિયનને અંદરના કમ