________________
ભૂતની કેટ “એક વખત મારા ગુરુજી, બે દિવસ સુધી તેમને બોલાવવા ન આવવું, એમ મને કહી તેમની આ ગુપ્ત પ્રયોગશાળામાં ચાલ્યા આવ્યા. બે દિવસ થયા છતાં તે પાછા ન આવ્યા એટલે હું તેમની તપાસ કરવા અહીં આવ્યો, - તે ભઠ્ઠી ટાઢી પાડી દીધેલી અને વાસણો બધાં ઊલટપાલટ કરી દીધેલાં. અહીં માત્ર ડૉકટર ડોબૂબી – મારા ગુરુની એક ચિઠ્ઠી પડેલી. તેમાં લખ્યું હતું કે, હવે તે અને હું ફરી કદી ભેગા થવાના નથી; અને તે આ આખી પ્રયોગશાળા મને બક્ષિસ આપતા જાય છે. તેમણે ઉપરાંતમાં આ કાગળમાં કશુંક લૅટિનમાં લખ્યું છે અને નીચે જણાવ્યું છે કે એ નુસખા પ્રમાણે હું શોધખોળ ચાલુ રાખીશ, તો મને કીમિયાવિદ્યાની સિદ્ધિ – સ ગાળવાની રીત – થોડી મહેનતે હાંસલ થશે.”
અને તે એ પ્રમાણે અહીં કીમિયાવિદ્યાની સાધના આગળ ચલાવી છે કેમ?”
ના જી; હું સ્વભાવે બહુ ફૂંકી ફૂંકીને પીનારો માણસ છું. મારા ગુરુએ, તેમને જાણભેદુ બનેલા મને આ પ્રયોગશાળાની બક્ષિસ કશા બદઈરાદાથી જ કરી હોવી જોઈએ, એમ માની મેં ચારે તરફ ઝીણી તપાસ કર્યા વગર અંદર આગ જ ન સળગાવી. અને એમની ઠારી નાખેલી ભઠ્ઠી નીચે તપાસ કરતાં આખી સુરંગ ઠાંસીને દાટેલી નીકળી! મેં એ ભઠ્ઠીમાં આગ સળગાવી હોત, તો તેની સાથે જ હું અને આખું આ ભોંયરું ભડકો થઈને ઊડી જ ગયાં હોત. એટલે કીમિયાવિદ્યાની તો હું ખ જ ભૂલી ગયો; અને મેં મારો જૂને નાળસાજનો ધંધો જ ચાલુ કરવા વિચાર્યું. પણ ભૂતની પાવડી તરીકે નામીચા થયેલા મારી પાસે, નાળ જડાવવા ઘોડો કોણ લાવે?
દરમ્યાન ફેરિંગ્ટનમાં મને મારા આ પ્રમાણિક દોસ્ત ફિલબટીગિબેટને પરિચય થયો હતો; અને એની જુવાન ઉંમરે તેને આકર્ષે એવા હાથચાલાકીના એક-બે પ્રયોગો મેં તેને શીખવેલા, એટલે તે મારા ઉપર ભાવ રાખતો હતો. અમે બેએ ઘણી ઘણી વિચારણા કર્યા બાદ આ તરફના વહેમી ગમારો પાસેથી નાળ જડવાની ઘરાકી મેળવવા આ યુક્તિ વિચારી કાઢી. ફિલબર્ટીડિબેટ મારી અદ્ભુત સિદ્ધિની વાત કરી, ચારે તરફથી મને પુષ્કળ ઘરાકી લાવી આપે છે. અલબત્ત, ભૂતને નામે આમ ધંધો ચલાવવો ખૂબ જોખમભરેલ છે; કારણકે કોઈક દિવસ ભૂત-ડાકણને જીવતો સળગાવી મૂકવાના સરકારી કાયદાના મારે ભોગ બનવું પડશે. એટલે કોઈ વગવસીલાદાર અમીર-ઉમરાવનું