________________
ભૂતની કેદ છે; હું મારો ધંધો ગમે તે નામે ચલાવું છું, તેમાં તમારે શું વાંધો કાઢવાપાણું છે, વારુ?”
“પણ મિત્રો, કોઈ ઠગવિદ્યા કે જાદુગરી ચલાવતા હોય, તો તેને ઉઘાડો પાડવો એ તો દરેકની ફરજ છે. ધંધો ચલાવવાની તારી આવી રીત ઉપરથી એમ શંકા જાય છે કે, તું ઠગ પણ છે અને જાદુગર પણ છે.”
જો તમે એ જ નક્કી કર્યું હોય, તો પછી મારે પણ સામું બળ વાપરવું પડશે. બાકી માસ્ટર ટ્રોસિલિયન, મારો વિચાર તમારી પ્રત્યે બળ વાપરવાનો ન હતો;- તમારા હથિયારથી ડરી જઈને નહિ, પણ તમને હું પહેલેથી ઉદાર, લાયક અને માયાળુ સહસ્થ તરીકે ઓળખું છું, એટલે.”
પણ પેલો છોકરો ઉતાવળે બોલી ઊઠયો, “અલ્યા વેલૅન્ડ, તું આમ ખુલ્લી હવામાં વધુ ઊભો રહીશ, તે માંદો પડી જઈશ. માટે તું તારી બોડમાં ચાલ્યો જા; અમારે પણ અંદર આવવું હશે તો અંદર જ આવીશું.”
તારું કહેવું ખરું છે, ફિલબર્ટીગિબેટ”, એમ કહી લુહાર ઝાંખરાંમાં છુપાયેલી એક ઝાંપલી ઉઘાડી, નીચે ક્યાંક ઊતરી ગયો; અને અંદર ઊતરી તેણે બૂમ પાડી, “ફિલબટગિબેટ, તું છેલ્લો અંદર આવજે અને ઝાંપે બરાબર બંધ કરજે.”
ટ્રસિલિયનને અંદર જવાને વિચાર નહોતો; કારણકે અંદર ડાકુઓનો જ અડો હોય તો? પણ પેલા છછૂંદરે મરડ સાથે તેને પૂછયું, “કેમ મહેરબાન, હવે તે વેલૅન્ડ સ્મિથને જોઈને ધરાયાને?”
ના, હજુ બાકી છે,” એમ કહી, ટ્રોસિલિયન પોતાને ક્ષણભર થઈ આવેલો અનિશ્ચય ખંખેરી નાખી સીધો અંદરનાં સાંકડાં પગથિયાં ઊતરી ગયો. ડિકી પણ ઝાંપે બરાબર બંધ કરી, અંદર ઊતરી આવ્યો.
અંદર ઊતરવાનાં પગથિયાં બહુ થોડાં હતાં; અને તે પૂરાં થયે ત્રણચાર ડગલાં આગળ ચાલતાં સામે રાતો પ્રકાશ દેખાયો. ડાબી બાજુએ થોડાક વળતાં જ એક નાનો ચોખંડ ખંડ માલૂમ પડ્યો; તેમાં ભઠ્ઠી સળગતી હતી અને કોલસાની ધૂણી આખા ભંયરામાં ભરાઈ રહી હતી. જોકે હવાની અવરજવર માટે ઉપરની બાજુ કંઈક અદૃશ્ય ગોઠવણ જેવું હશે જ, નહીં તો અંદર રૂંધાઈ જ મરાય. એક દીવો સાંકળે ટિંગાવેલો હતો એના ઝાંખા પ્રકાશથી અને ભઠ્ઠીના રાતા પ્રકાશથી આજુબાજુ પડેલા સાંડસા-ચીપિયા, હથોડા તથા ઘોડાની તયાર નાળોના જથો વગેરે લુહારી સામાન નજરે પડતો