________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
TV 8 6
ગાથા-૨
પ્રવચનક્રમાંક-૮
દિનાંક: ૧૫-૬-૭૮
પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરી ', સિદ્ધાંત-પદાર્થને કહેવાની પ્રતિજ્ઞા કરી, ત્યાં એ આકાંક્ષા થાય-ઈચ્છા થાય કે સમય એટલે શું?' સમય કહેવો કોને? તમે સમયપ્રાભૃત કહેવા માગો છો. તો સમય કહેવો કોને? શું તમે કહેવા માગો છો? સમય એટલે શું?
આહા...! કે “તેથી હવે પહેલાં સમયને જ કહે છે' –કોને સમય કહેવો એની વ્યાખ્યા બીજી ગાથાથી શરૂ કરે છે.
“નીવો' ઉપાડયું આહીથી પહેલું જીવો! નીવો' એટલે જીવ છે ને....! જીવને કહેવું છે આંહી ! અને તેથી ૪૭ શક્તિમાં પહેલી શક્તિ “જીવત્વશક્તિ” લીધી છે. એ આંહીથી ઉપાડી છે. જીવ જીવત્વશક્તિથી બિરાજે છે ત્રિકાળ ! ભગવાન આત્મા ત્રિકાળ ભાવ! જીવત્વશક્તિ એટલે ? અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત બળ, એનાથી એનું જીવન અનાદિથી છે.
એવો ‘નીવો' એમ ઉપાડયું! આમ સંસ્કૃતમાં વિસર્ગ થઈ ગ્યો! “નીવો' આમ કહીએ તો જીવો! જે જીવ છે તે રીતે જીવો! એ જીવતરશક્તિ કીધી ! જે રીતે જીવ છે વસ્તુ! આહા. હા! તે રીતે જીવો ! એને જીવ કહીએ.
આહા. હા! આ શરીરથી ને. ઈદ્રિયોથી ને દશપ્રાણથી જીવે એ જીવ નહીં. (તત્ર તાવત્સમય પ્રવામિથીયૉ-).
નીવો ચરિત્તવંસUTMTMડિવો- ન્યાં નીવો' આવ્યું ને આંહી તિવો' આવ્યું! તું હિ સમયે નાના તેને સ્વસમય જાણ. આહા. હા! આદેશ કર્યો છે. ભગવાન કુંદકુંદાચાર્ય “જાણ” એમ કહે છે. જાણે” તો એનો અર્થ છે કે અજાણને જાણ બતાવે છે. જે જાણતો નથી એને કહે છે કે “જાણ” . આહા..! “
પોમ્મસછિદ્ર' વ તું નાનું પરસમય આહા... આહા.. હા ! જીવ ચરિત-દર્શન-જ્ઞાનેસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો.. એમ જીવો જીવ એમ અહીં કહે છે. પણ દર્શનજ્ઞાનચારિત્રથી જીવે તે જીવ . ત્યારે એણે જીવ જાણો કહેવાય. આહા. હા! શું કહ્યું? “જે છે” એ અનંતદર્શન જ્ઞાન આનંદને વીર્યથી જીવે છે! ત્રિકાળ..!! પણ એ જીવને એ રીતે જેણે જાણ્યો, માન્યો, અનુભવ્યો એને સ્વસમય કહેવામાં આવે છે. આહા. હા! એણે આત્માને જાણ્યો એમ કહેવામાં આવે છે. આહા... હા!
ગાથાર્થ લઈએ પહેલે...
ગાથાર્થ “હે ભવ્ય !' છેલ્લી લીટીમાં “જાણ' (કહ્યું) છે ખરું ને..! “જાણ” ત્યારે કો' કને કહે છે ને.! ' હે ભવ્ય ! જે જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત રહે છે સ્થિત થઈ રહ્યો છે, પર્યાયમાં હો! આહા..! જીવ ત્રિકાળશક્તિથી તો જીવી રહ્યો છે. પણ એને જીવી રહ્યો છે એનું જ્ઞાન જેને થાય, એની શ્રદ્ધા થાય. ઠરે ! એ સાચો જીવ છે. આહા. હા! ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે” એમ છે ને.” “તેને નિશ્ચયથી સ્વસમય જાણ” –એને ખરો આત્મા જાણ. જેને સમ્યગ્દર્શન... (શ્રોતા ) સાધે, એ ખરો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com