________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
ACILIT
શ્રી સદ્દગુરુદેવાય નમઃ
तत्र तावत्समय एवाभिधीयते
00000000
00000000
સમયસાર ગાથા-૨
00000000000
00000000
શ્રી સદ્ગુરુદેવાય નમઃ
जीवो चरित्तदंसणणाणठिदो तं हि ससमयं जाण ।
पोग्गलकम्मदेसछिदं च तं जाण परसमयं ।।२।।
૧
પ્રથમગાથામાં સમયનું પ્રાકૃત કહેવાની પ્રતિજ્ઞા કરી, ત્યાં એ આકાંક્ષા થાય કે સમય એટલે શું? હવે પહેલા સમયને જ કહે છેઃ
જીવ ચરિત-દર્શન-જ્ઞાનસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો;
સ્થિત કર્મપુદ્ગલના પ્રદેશે ૫૨સમય જીવ જાણવો. ૨.
ગાથાર્થ: હે ભવ્ય! (નીવ) જે જીવ (વરિત્રવર્શન જ્ઞાન સ્થિત: ) દર્શન-જ્ઞાન -ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે (i) તેને (હિં) નિશ્ચયથી (સ્વસમય) સ્વસમય (નાનીહિ) જાણ; (૬) અને
જે જીવ (પુ।નર્મપ્રવેશસ્થિત) પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે (તા) તેને (પરસમયં) ૫૨સમય (નાનીદિ) જાણ.
ટીકાઃ ‘સમય ’ શબ્દનો અર્થ આ પ્રમાણે છે: ' સમ' તો ઉપસર્ગ છે, તેઓ અર્થ' એકપણું ’ એવો છે; અને અય નૌ ધાતુ છે એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે; તેથી એકસાથે જ (યુગપદ) જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે તે સમય છે.
આ જીવ નામનો પદાર્થ એત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. આ જીવ-પદાર્થ કેવો છે? સદાય પરિણામ સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એક્તારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સક્તિ છે. આ વિશેષણથી, જીવની સત્તા નહિ માનનાર નાસ્તિવાદીઓનો મત ખંડિત થયો તથા પુરુષને (જીવને) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ, પરિણમનસ્વભાવ વ્હેવાથી, થયો. નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે; તેમનું નિરાકરણ, સત્તાને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું.
વળી જીવ કેવો છે? ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય ઉધોતરૂપ, નિર્મળ સ્પષ્ટ દર્શનજ્ઞાન-જ્યોતિરૂપ છે (કારણ કે ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે) આ વિશેષણથી, ચૈતન્યને જ્ઞાનાકારસ્વરૂપ નહિ માનનાર સાંખ્યમતીઓનું નિરાકરણ થયું.
વળી તે કેવો છે? અનંત ધર્મોમાં રહેલું જે એક ધર્મીપણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે (કારણ કે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે) આ વિશેષણથી, વસ્તુને ધર્મોથી રહિત માનનાર બૌદ્ધમતીનો નિષેધ થયો.
વળી તે કેવો છે? ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે. (પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે; સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે.) આ વિશેષણથી, પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાસ થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com