________________
પ્રશ્નોત્તરત્નમાળા ~ કૃતિઓ પરથી જણાય છે. આનંદઘનજી મહારાજની પેઠે તેઓશ્રી પણ અધ્યાત્મશાસ્ત્રના રસિક અને અધ્યાત્મતત્વમાં નિપુણ હતા, એ વાતની તેમની કૃતિઓ સારી રીતે સાક્ષી પૂરે છે. તેમણે બનાવેલી કૃતિઓમાં ચિદાનંદ બહોતેરી, સ્વરદય, પુગળ ગીતા, છૂટક સવૈયા તેમજ આ પ્રશ્નોત્તરરત્નમાળા મુખ્ય છે. તેમની બધી કાવ્યરચના સરલ અને અર્થગંભીર જણાય છે. દરેક કૃતિમાં કાવ્યચમત્કૃતિ સાથે અર્થગીરવ અપૂર્વ હેવાથી તેમની સકળ કૃતિ હૃદયંગમ છે. તેમના પ્રત્યેક પદ્યમાં અધ્યાત્મ માર્ગને ઉપદેશ સમાયેલ છે. તેઓશ્રી અષ્ટાંગ યેગના સારા અભ્યાસી હતા, તેથી તેમનામાં ઉત્તમ પ્રકારનું ગબળ હતું, તેમજ કઈ અજબ પ્રકારની શકિત-સિદ્ધિ વિદ્યમાન હતી, એમ સંભળાય છે. તેઓ તીર્થપ્રદેશમાં વિશેષે વાસ કરતા હોય એમ અનુમાન થાય છે. શત્રુંજય અને ગિરનારમાં તે અમુક ગુફા કે સ્થાન તેમના પવિત્ર નામથી ઓળખાય પણ છે. શ્રી સમેતશિખરજી ઉપર તેમને દેહાંત થયે છે, એવી દંતકથા સંભળાય છે તેઓ નિસ્પૃહી હતા, એમ તેમના સંબંધી સાંભળવામાં આવતી કેટલીક દંતકથા ઉપરથી સિધ્ધ થાય છે. પરિચયથી તેઓ અલગ રહેતા અને પિતે જ્ઞાની અને સિદ્ધિસંપન્ન છે એમ લેક ભાગ્યે જ જાણે શકે એવી સારી રીતે પોતાનું જીવન ગાળતા હતા, તેમ છતાં કાકતાલીય ન્યાયે જ્યારે કેઈને તે વાતની જાણ થતી ત્યારે પ્રાયઃ પિતે તે સ્થાન તજી જતા હતા. તેમને અનેક સતશાસ્ત્રને પરિચય હતે એમ તેમની કૃતિનું સૂક્ષ્મ દષ્ટિથી અવલોકન કરનાર સમજી શકે તેવું છે. તેમની વાણું રસાલા અને અલંકારિક છે. અધ્યાત્મ લક્ષ્ય સાથે શાસ્ત્ર અભ્યાસમાં તેમની હોડ કરી શકે એ કઈ પ્રબળ પુરુષ તેમની પાછળ ભાગ્યે જ થય લાગે છે. આધુનિક છતાં તેમની ગ્રંથશેલી એવી તે અધિક સાથે આકર્ષક છે કે આનંદઘનજીની બહોતેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com