________________
ભાવ પ્રકરણ
સમુદાય તે આકાશાસ્તિકાય. જે જીવ અને પુગલને અવકાશ આપે, સાકરને દૂધની જેમ તે આકાશાસ્તિકાય. તેને સ્કંધ લોકાલેકવ્યાપી, અનંત પ્રદેશ છે. લોક તે ચિદ રાજલોક, જેમાં છએ દ્રવ્ય હોય છે, તે સિવાયનો અલકાકાશ જાણો. - ૪ ( ૪)–રસ્ટને જ તે કાળના બે પ્રકાર છે. એક વર્તના લક્ષણ, બીજે સમયાવલિકા લક્ષણ. દ્રવ્યને તે તે રૂપે થવામાં જે પ્રાજક તે વર્તના. આ વર્તના સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ (પર્યાય ) વ્યાપી છે. બીજે સમયાવલિકા કાળ તે અઢી દ્વીપના દ્રાદિમાં છે. તેની બહાર નથી. તે કાળ ઇનાને નવો કરે અને નવાને જૂને કરે. સૂફમમાં સૂક્ષમ કાળ જે વર્તમાન મટી ભૂત કયારે થયો તથા ભવિષ્ય મટી વર્તમાન કયારે થયે તે પણ જણાય નહિ તે સમય. આંખ બંધ કરીને ઉઘાડીએ તેટલા વખતમાં અસંખ્યાતા સમય થાય છે. તેવા અસંખ્યાત સમયની એક અવળી થાય છે.
૫ (સં૫) તે પુદ્ગલ સ્કંધ જાણવા, પૂરણ, ગલન અથવા ચય, ઉપચય ધર્મવાળો તે પુદ્ગલ. તેના બે અણુથી માંડીને અનન્તા અણુ સુધીના બનેલા તે સ્કંધ કહેવાય.
૬ (૧) આ સમસ્ત ચૌદ રાજલક કર્મવર્ગણાથી નિરંતર ઠાંસીને ભરેલ છે. તે કર્મવર્ગણુને મિથ્યાત્વાદિ સામાન્ય હેતુવડે અથવા જ્ઞાન જ્ઞાનીનું પ્રત્યેનીકપણું આદિ વિશેષ હેતુવડે ગ્રહણ કરીને જીવ આત્મપ્રદેશની સાથે ખીર-નીરની પેઠે અથવા અગ્નિ અને લોહની પેઠે સંબદ્ધ કરે છે. તે કર્મ આઠ પ્રકારનાં છે.
(૧) જેના વડે વસ્તુ જણાય છે અથવા વિશેષ ગ્રહણાત્મક બોધ તે જ્ઞાન, તેને આવરનાર, ગ્રહણ કરેલી કમવર્ગણામાંહેને વિશિષ્ટ પુગલસમૂહ તે જ્ઞાનાવરણીય કર્મ, (૨) જેનાવડે દેખાય તે અથવા સામાન્ય ગ્રહણાત્મક બેધ તે દર્શન. તે સામાન્ય અવબોધ છે. તેનું આચ્છાદન કરનાર જે કર્મ તે દર્શનાવરણીય કર્મ. (૩) જે સુખ-દુઃખરૂપે અનુભવાય તે વેદનીય કર્મ. (૪) સદસદ્ વિવેકમાં વિકળ કરે અને જેથી જીવ મેહ પામે તે મોહનીય કર્મ. (૫) એક ગતિમાંથી બીજી ગતિમાં લઈ જાય તે આવું કર્મ. (૬) ગત્યાદિપર્યાય અનુભવવા તરફ તત્પર કરે તે નામ કર્મ. (૭) જેનાથી ઉંચ નીચ શબ્દવડે જીવ બલાવાય તે ગોત્ર કર્મ(૮) જેનાથી દાનાદિ લબ્ધિઓ વિશેષપણે હણાય તે અંતરાય કર્મ.
૭ (તિ) જેમાં ગમન કરાય તે ગતિ. તેના પાંચ પ્રકાર. ૧ નારકી, ૨ તિર્યચ, ૩ મનુષ્ય, ૪ દેવતા, પ સિદ્ધગતિ.
૮ (ક) જે જીવ્યો, જીવે છે અને જીવશે તે જીવ. જે દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણુને ધારણ કરે તે જીવ. ,
દ્રવ્યપ્રાણ પાંચ ઇંદ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ ને આપ્યું અને ભાવપ્રાણ