________________
૨૧૨
પ્રકરણસંગ્રહ.
એક એક પ્રદેશ ઉપર આવી જાય છે, તેથી તે ચોદરાજલોકવ્યાપ્ત થાય છે. જીવની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણુ હોય છે. જીવ જ્યારે ઘણે સંકુચિત થાય છે ત્યારે તે અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અવગાહનાવાળા થાય છે. આવી સંકુચિત અવગાહની નિગોદમાં હોવાથી એક નિગોદની અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. નિગોદના અનંતા જીવોનું એક સાધારણ શરીર હોવાથી સઘળા જીવો સરખી અવગાહનાવાળા હોય છે. તેથી એક આકાશપ્રદેશમાં અનંતા છના અસંખ્યાત અસંખ્યાત આત્મપ્રદેશ હોય છે. ૧ છે
પ્રથમ ગાથામાં ત્રણ રાશિના પરસ્પર અ૮૫બહુત્વને પ્રશ્ન છે તેને ઉત્તર એક જ ગાથાવડે કહે છે – थोवा जहन्नयपए, जियप्पएसा जिया असंखगुणा। उकोसपयपएसा, तओ विसेसाहिया भणिया ॥ २॥ " અર્થ –==૫૪) જઘન્યપદે (નિયgફા) જીવપ્રદેશ (ચોરા) થડા છે, તેથી (વિયા) છ ( ) અસંખ્યાતગુણ છે, (તો) તેથી ( તાપપલા ) ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ ( વિરેણાધિયા ) વિશેષાધિક (મજિયા) કહ્યા છે.
વિવેચન –-પ્રથમ ગાથામાં કહેલા ત્રણ રાશિમાંથી જઘન્યપદે (એટલે જે આકાશપ્રદેશમાં સર્વથી થોડા જીવપ્રદેશ હોય તે સ્થાને) જીવપ્રદેશો થોડા છે, તે જઘન્યપદે રહેલા જીવપ્રદેશથી સર્વ જીવોની સંખ્યા અસંખ્યાતગુણી છે. સર્વ જીવોની સંખ્યાથી ઉત્કૃષ્ટપદે (જે આકાશપ્રદેશમાં વધારેમાં વધારે જીવપ્રદેશ રહેલા હોય તે સ્થાને) જીવપ્રદેશ વિશેષાધિક છે.
૧ જઘન્યપદે જીવપ્રદેશ છેડા છે. તેનાથી ૨ સર્વ જીવોની સંખ્યા અસંખ્યાતગુણ છે. તેનાથી ૩ ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ વિશેષાધિક છે.
| ૨ | હવે જઘન્યપદ અને ઉત્કૃષ્ટ પદ કયાં હોય? તે કહે છે – तत्थ पुण जहन्नपयं, लोयंते जस्थ फासणा तिदिसिं । छद्दिसिमुकोसपयं, समत्थगोलंमि नन्नत्थ ॥३॥
અર્થ –(કપ) તેમાં પણ જઘન્યપદ (ત્રોથરે) લેકને અંતે (30 ) જ્યાં તિવિલિ) ત્રણ દિશાની ( 1) પર્શના હોય ત્યાં