________________
૨૨૨
પ્રકરણસંગ્રહ. तं पुण केवइएणं, गुणियमसंखिजयं भविजाहि ?। भण्णइ दबढाए, जावइया सबगोलत्ति ॥ १९ ॥
અર્થ:-(સંપુણ ) તે રાશિ વળી (વાળ) કેટલા પ્રમાણથી (ગુનર્જ) ગુણીએ કે જેથી (અવંતિ =ચં) અસંખ્યાતગુણ (મવિકાદ) થાય? આ પ્રશ્નના ઉત્તરમાં (મvot) કહે છે કે-(વાઘ) દ્રવ્યાર્થની અપેક્ષાએ (સવા ) જેટલા (રોત્તિ) સર્વ ગોળા છે તેટલી સંખ્યાએ એને ગુણતાં ઈષ્ટ અસંખ્યાત રાશિ આવે.
વિવેચન-કેટલા પ્રમાણવાળી અસંખ્યાત રાશિથી ગુણુએ તો ઉત્કૃષ્ટપદમાં જીવપ્રદેશરાશિ સંબંધી ગણિત આવે ? ઉત્તર–જીના પ્રદેશદ્વારા નહીં પણ છવદ્રવ્યની અપેક્ષાએ સમગ્ર લેકની અંદર જેટલા ગેળા છે તેટલા ગેળાથી ગણાકાર કર. એટલે એક આકાશપ્રદેશ ઉપર જેટલા જીવના પ્રદેશ છે તેટલા ગેળા છે, કારણ કે બધા ગોળાઓની સંખ્યા પણ તેટલી જ છે. સારાંશ એ કેએક ગાળામાં જે સમગ્ર જીવે છે, તેને સમગ્ર ગાળાની રાશિથી ગુણે, અથવા એક આકાશપ્રદેશ ઉપર રહેલ એક જીવના પ્રદેશરાશિથી ગુણે એટલે તે વડે ગુણવાથી જે રાશિ આવે તેટલે ઉત્કૃષ્ટપદને વિષે જીવપ્રદેશ રાશિ જાણો છે ૧૯
किं कारणमोगाहण-तुल्लत्ता जियनिगोयगोलाणं । गोला उक्कोसपएक्क-जियपएसहि तो तुल्ला ॥ २० ॥
અર્થ –(૩ોug) ઉત્કૃષ્ટ પદે (નાપuf) એક જીવના પ્રદેશ (જે (1) રાશિ તુલ્ય (જોરા ) ગેળા છે. તેનું (કિં વાળ ) શું કારણ? ( નિતિજોયોટ્ટા) જીવ, નિગોદ અને ગોળાની ( T) અવગાહના (તુચ્છતા). સરખી છે માટે એમ સમજવું.
વિવેચન –ઉત્કૃષ્ટ પદે એક જવના પ્રદેશ રાશિ તુલ્ય ગોળા હોવાનું કારણ શું? ઉત્તર-જીવ, નિગોદ અને ગોળાની અવગાહના તુલ્ય હોવાથી–એક ગોળાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે, અને સકળ લેક ગેળાએથી ભરેલો છે, માટે લોકના પ્રદેશની રાશિને અંગુલના અસંખ્યાતમા ભાગના પ્રદેશ ‘રાશિવડે ભાંગવાથી જે સંખ્યા આવે તેટલી જ સંખ્યા એક જીવના ઉત્કૃષ્ટપદે રહેલા પ્રદેશોની પણ છે, કારણ કે જીવની પ્રદેશ રાશિ કાકાશના પ્રદેશ રાશિ તુલ્ય છે અને અહીં જીવની અવગાહના અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ છે; માટે બન્નેમાં ભાજ્ય ભાજક સંખ્યા સરખી હોવાથી ભાગાકાર સરખો જ આવે, માટે સમગ્ર ગોળાઓ અને ઉત્કૃષ્ટપદે એક જીવપ્રદેશોની સંખ્યા સરખી જાણવી પર