Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 289
________________ ૨૭૪ ' પ્રકરણસંગ્રહ. (૧) પ્રથમ વૈરાગ્ય કહ્યો તે વૈરાગ્ય ત્રણ પ્રકારનો છે -૧ દુખગર્ભિત, ૨ મોહગભિત અને ૩ જ્ઞાનગર્ભિત. આ બાબત ન્યાયવિશારદ શ્રીયશોવિજયજી ઉપાધ્યાયે પિતાના અધ્યાત્મસાર નામના ગ્રંથમાં કહ્યું છે કે – “તદ્દામ્યું તે તુરવ–નોજ્ઞાનવિયાત ત્રિધા” તે વૈરાગ્ય દુઃખગર્ભિત, મહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારે કહ્યો છે. તેમાં અનેક પ્રકારનાં શરીર સંબંધી, મન સંબંધી અને કુટુંબાદિક સંબંધી દુઃખે દેખીને સંસારના ક્ષણિક પદાર્થોથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તે દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્ય થવાથી જે કે તે જીવ સંસારનો ત્યાગ કરે છે, તે પણ જ્યારે ચારિત્રમાં અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગોનું દુઃખ આવી પડે છે ત્યારે પાછી ગૃહસ્થાવાસની ઈચ્છા થાય છે; છતાં પણ આ વૈરાગ્યવાળે જો સર્વથા ગીતાર્થ ગુરુને આધીન રહે અને તેમના કહેવા પ્રમાણે જ આત્મસાધન ક્યો કરે તો તે પણ મોક્ષપદને સાધી શકે છે, પરંતુ તે અતિ દુષ્કર છે. બીજે મોહગર્ભિત વેરાગ્ય છે. તે સાધુઓને રાજાદિકે કરાતા આદર, માન, સત્કાર વિગેરે જઈને થઈ શકે છે. તેવા વૈરાગ્યથી ચારિત્ર ગ્રહણ કરીને રસગારવ, ઋદ્ધિગારવ અને સાતાગારવ વિગેરેમાં તે મગ્ન થાય છે, તેથી તેને મોક્ષસાધન દુર્લભ છે; છતાં સદ્દગુરુની પ્રેરણાથી જે તે પાછા વળીને સાચે વૈરાગ્ય ધારણ કરી, આત્મસાધનમાં તત્પર થાય તો તે પણ કેટલેક કાળે મોક્ષપદ સાધી શકે છે. ત્રી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે કે જે સ્યાદ્વાદશૈલીથી સંસારનું વિકરાળ સ્વરૂપ યથાસ્થિતપણે જાણવાથી પ્રાપ્ત થાય છે. તે શીધ્રપણે સિદ્ધિપદને આપી શકે છે. (૨) બીજા જ્ઞાની ગુરુનું લક્ષણ શાસ્ત્રકારે આ પ્રમાણે બતાવ્યું છે કે જેને આત્મસ્વભાવરૂપ નશ્ચયિક ધર્મ તથા તેને પ્રગટ કરવાના સાધનભૂત અનેક પ્રકારના અનુષ્ઠાનેરૂપ વ્યવહાર ધર્મની જાણ હોય, વ્યવહાર અને નિશ્ચય અને પ્રકારના ધર્મને સેવનાર હોય, ધર્મમાં સદા તત્પર હોય અને હમેશાં પ્રાણુઓને ધર્મતત્ત્વનો ઉપદેશ કરનાર હોય. કહ્યું છે કે – “ધર્મજ્ઞો ધર્મવાર્તા જ, સા ધર્મપરાયા सत्त्वेभ्यो धर्मशास्त्रार्थ-देशको गुरुरुच्यते ॥” . અથ–“(ધર્મશઃ ) જે ધર્મને જાણનાર હોય, (ધર્મા) ધર્મક્રિયાને કરનાર હાય, () અને (તરા) સર્વદા (ધર્મપરાય) ધર્મમાં તત્પર-મગ્ન હાય તથા (ર ) પ્રાણીઓને (ધર્મશાસ્ત્રાર્થરાજ) ધર્મશાસ્ત્રના અર્થને ઉપદેશ કરનાર હોય, તેવા જ્ઞાની (ગુરુ) ગુરુ (સક્યો) કહેવાય છે.”

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312