________________
શ્રી હૃદયપ્રદીપષત્રિંશિકા પ્રકરણ.
૨૯૧
ત્રણ લેાક ( Hi) જીત્યા છે, ( તેવિ ) તેએ પણ ( યત: ) જે કારણ માટે મનોજ્ઞયે ) મનને જય કરવામાં ( ન રાTMl: ) શક્તિમાન થયા નથી, (તસ્માત્) તે કારણ માટે ( અત્ર ) અહીં-આ જગતમાં ( મનોજ્ઞયસ્ય ) મનના જયની ( દુ:) પાસે ( ર્ત્ત ) નિશ્ચે ( ત્રિજોનીવિજ્ઞય ) ત્રણે લેાકના વિજય ( દળ ) તૃણુ સમાન છે એમ ( વન્તિ ) મહાત્માએ કહે છે.
વિશેષા:—મનનુ દુ યપણું બતાવવા કહે છે કે-આ ત્રણ જગત ઘણાએ જીતી લીધા, એટલે કે ચક્રવત્તીપણું પામીને છ ખંડ જીત્યા, ઈંદ્રપણું પામીને અધાલાક તથા ઊર્ધ્વલાકનું સ્વામિત્વ મેળવ્યું. એવા પુરુષા પણ મનને જય કરવા શક્તિમાન થયા નહીં, તેથી મનના જયની પાસે ત્રણ લેાકના જય પણ તૃણુ સમાન છે, કારણ કે ચેાથા પુરુષાર્થ માક્ષની પ્રાપ્તિ કાંઇ ત્રણ લેાકના જય કરવાથી થતી નથી. તે તેા મનનેા જય કરવાથી જ થાય છે. કહ્યું છે કે—“ મન एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः ” ( મનુષ્યને મન જ બંધ અને મેાક્ષનુ કારણભૂત છે. ) એટલે કે મનને વશ કર્યું હોય તા તે મેાક્ષમાં લઇ જાય છે, અને મનને આધીન થયેલા પ્રાણીઓને સંસારમાં ભ્રમણ કરવુ પડે છે. અહીં જો કે મનને જ મુખ્ય ગણ્યું છે, પરંતુ મનનેા પણ સ્વામાંં આત્મા છે, મન તા તેનુ કિંકર છે. પરંતુ કાઇક વખત નાકર ( મુનિમ, દીવાન વિગેરે ) માથાભારે થઇ સ્વામીને યુક્તિ-પ્રયુક્તિવડે પેાતાને આધીન કરી અનેક પ્રકારે નચાવે છે તે જ પ્રમાણે આ આત્મા પણ મનને આધીન થઇ પેાતાનું કર્તવ્ય ચૂકી મનના કહ્યા પ્રમાણે જ ચાલે છે તેથી તે આત્મહિત કરી શકતા નથી, માટે મનને જ આધીન કરવાના પ્રયત્ન પ્રથમ કરવેા. તેના જય કર્યાં પછી આત્મહિત કરવામાં કાંઇ પણ મુશ્કેલી રહેશે નહીં. ૨૮.
સ'સારના સારભૂત પદાર્થોમાં પણ મનેાજય મુખ્ય ગણ્યા છે, તે જ બતાવે છે. मनोलयान्नास्ति परो हि योगो, ज्ञानं तु तत्त्वार्थविचारणाच्च । समाधिसौख्यान्न परं च सौख्यं, संसारसारं त्रयमेतदेव ॥ २९ ॥
અર્થ:—— મનોચાત્ ) આત્માને વિષે મનની એકાગ્રતા સિવાય ( C: ) ખીજો કાઈ ( રોન: ) યોગ (જ્ઞપ્તિ fg ) નથી જ, ( ૬ ) અને ( ૩ ) પુનઃ વળી ( તત્ત્વાર્થવિષરળાત્) તત્ત્વાર્થના ચિંતવનથકી ખીજુ કાઇ ( જ્ઞાનૢ ) જ્ઞાન નથી, (૪) તથા ( સમાધિસૌાત્ ) સમાધિના સુખથકી ( i ) બીજુ ં કાંઇ ( સૌથૅ ૧) સુખ નથી. ( તદ્દેવ ) આ જ ( ત્રયં ) ત્રણ ( સંસારસાર ) સંસારને વિષે સારભૂત છે.
વિશેષા:પરબ્રહ્મસ્વરૂપ આત્માને વિષે મનની એકાગ્રતા કરવી તે