Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 309
________________ ૨૯૪ પ્રકરણસંગ્રહ. અર્થ: આ સંસારમાં પ્રાણી (ચાવત) જ્યાંસુધી (મનઃસ્વાસ્થg) મનની સ્વસ્થતાના સુખને ( રેત્તિ ) જાણતો નથી, (તાવ7) ત્યાંસુધી જ તેને (વિજયારમો) વિષયાદિક ભેગવવામાં ( છા) સુખની ઈચ્છા હોય છે, પરંતુ (મનઃસ્થાશ્ચકુશરે) મનની સ્વસ્થતારૂપી સુખને એક લેશ માત્ર પણ (૪) પ્રાપ્ત થયે સતે (તય ) તે પ્રાણીને (શૈોયા જેવ) ત્રણ જગતના રાજ્યને વિષે પણ (વાછા ) ઈચ્છા થતી નથી. વિશેષાર્થ-સ્વસ્થપણાના સુખને અંશ પણ એટલો બધો કીમતી છે કે જેની પાસે ત્રણ લોકના રાજ્યનું સુખ પણ તુલનામાં આવી શકતું નથી, કેમકે પ્રથમનું સુખ (મનની સ્વસ્થતાનું સુખ) અવિનાશી છે, ત્યારે બીજું વિષયાદિકથી થતું સુખ વિનાશી અને કર્મનો તીવ્ર બંધ કરાવનાર છે. પહેલું સુખ સંસારમાંથી મુક્ત કરાવનાર છે, ત્યારે બીજું સુખ સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. ઈત્યાદિ અનેક પ્રકારે તે બન્ને પ્રકારના સુખમાં અત્યંત તફાવત છે. ૩૩. મનની સ્વસ્થતાના સુખ પાસે ચક્રવર્યાદિકના વૈભવનું સુખ પણ તુચ્છ માત્ર છે, તે કહે છે – न देवराजस्य न चक्रवर्तिन-स्तद्वै सुखं रागयुतस्य मन्ये ।। यद्वीतरागस्य मुनेः सदाऽऽत्म-निष्ठस्य चित्ते स्थिरतां प्रयाति ३४ અર્થ: (૧) જે સુખ (વીતરા ૪ ) રાગદ્વેષ રહિત તથા (સવા) નિરંતર (બમનિદરર ) આત્મતત્વના વિચારને વિષે જ તત્પર થયેલા (મુ) મુનિના (નિત્તે ચિત્તને વિષે (ફિશરતો) સ્થિરતાને (પ્રથાતિ) પામે છે, (ત) તે (કુર્ણ) સુખ () નિચ્ચે (ાયુતર ) રાગ-દ્વેષથી યુક્ત એવા વાગરા ) ઇંદ્રને હોતું નથી, તેમ જ (ચંદ્રવત્તિનઃ) ચક્રવતીને પણ (ર) હોતું નથી. (મળે ) એમ હું માનું છું. વિશેષાર્થ: -આ સંસારમાં કેટલાક પ્રાણીઓ મોટી રાજઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, સ્ત્રી-પુત્ર પરિવાર વિગેરેની પ્રાપ્તિવાળા મનુષ્યને તેમજ ઇંદ્ર અને ચક્રવતી વિગેરેને જોઈને તેમને પરમ સુખી માને છે અને તેવું સુખ પ્રાપ્ત કરવા પોતે પણ ઈએછે છે; પરંતુ જ્ઞાની કહે છે કે હે ભવ્ય પ્રાણી ! ઇંદ્રાદિકનું સુખ પરને આધીન છે, ક્ષણિક છે અને ઉપાધિથી ઉત્પન્ન થયેલું છે, તેમ જ વાસ્તવિક રીતે વિચારતાં તે દુઃખરૂપ જ છે, આવું સુખ આત્મનિષ્ઠ મુનિના સુખની પાસે અનંતમા ભાગે પણ નથી. કેમકે વીતરાગી આત્મનિષ્ઠ મુનિરાજને જ વાસ્તવિક સુખ હોય છે, અન્યત્ર તેવા સુખના બિંદુનો પણ સંભવ નથી. ૩૪. વિચારશૂન્ય પ્રાણીને આ આત્મતત્ત્વ દૂર જતું રહે છે, તે કહે છે –

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312