________________
શ્રી હ્રદયપ્રદીપષટત્રિંશિકા પ્રકરણ.
૧૯૫
यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो विश्रमतीह चित्तम् । तथा तथा तत्त्वमिदं दुरापं, हृदि स्थितं सारविचारहीनैः ॥ ३५ ॥
(
અર્થ:—( ૪ ) આ સંસારમાં (વૈ) નિશ્ચે ( યથા થા ) જેમ જેમ ( હ્રાર્થરાતાલુ૯) સેકડા કાર્યાવડે વ્યાકુળ થયેલું ( વિત્ત ) આ ચિત્ત (હુતિ ) કાઇપણ ઠેકાણે ( નો વિશ્રમતિ ) વિશ્રામને પામતું નથી, ( તથા તથા ) તેમ તેમ ( લાવિચાઢીને ) સાર–તત્ત્વના વિચાર રહિત પ્રાણીઓને ( દૈવિ સ્થિત ) હૃદયમાં રહેલા એવા પણ ( ૐ તત્ત્વ) આ આત્મતત્ત્વની પ્રાપ્તિ ( વ્રુપ ) દુર્લભ થાય છે. જો સારાસારને વિચાર હાય તે પછી અસારભૂત કાર્યમાં ચિત્ત ન આપતાં સારભૂત કાર્યમાં જ ચિત્ત પરાવે, જેથી ચિત્ત વિશ્રાંતિને પામે અને આત્મહિત થાય.
વિશેષા—આ પ્રાણીને આ સંસારમાં કર્તવ્ય તરીકે અનેક કાર્યો ઉપસ્થિત થાય છે, પરંતુ તે સર્વે કરી શકાતા નથી અને એવી રીતે અનેક કાર્યમાં વ્યગ્ર રહેવાથી તેનું ચિત્ત એક પણ કાર્ય માં બરાબર એકાગ્ર થઈ શકતું નથી, તેથી આ કાવ્યમાં એવી શિક્ષા આપવામાં આવે છે કે-હે ભવ્ય પ્રાણી ! જો તારે કાઇપણ કાર્ય બરાબર કરવુ હાય તેા પ્રથમ સારાસાર કાર્યના વિચાર કર અને પછી તેમાં જે કાર્ય વિશેષ સારભૂત જણાય તે કાર્ય કરવાના પ્રયત્ન કર; કેમકે માત્ર એક જ કાય જો કર્તવ્યપણે નક્કી થશે અને તેમાં જ પૂરતા પ્રયત્ન કરવામાં આવશે તે તે કાર્ય બરાબર થશે, અને ચિત્તને પણ વિશ્રાંતિ મળશે. ૩૫.
હવે ગ્રંથકાર પ્રશમ સુખને પામેલા આત્માના મેાક્ષની પ્રાપ્તિ માટે ચિત્તની સમાધિના ઉપદેશ આપી આ પ્રકરણને સમાપ્ત કરે છેઃ—
शमसुखरसलेशाद् द्वेष्यतां संप्रयाता, विविधविषयभोगात्यन्तवाञ्छाविशेषाः ।
परमसुखमिदं यद्भुज्यतेऽन्तः समाधौ,
मनसि सति तदा ते शिष्यते किं वदान्यत् ॥३६॥
અ:—હૈ આત્મા ! ( રામપુલરલહેરશાત્ ) પ્રશમવડે ઉત્પન્ન થયેલા સુખરસના લેશથી–લેશ માત્ર સુખથી (વિવિધવિષયોન્યન્તવાચ્છાવિરોષ ) વિવિધ પ્રકારના વિષયભાગ સંબધી તારી વિશેષ પ્રકારની અત્યંત વાંછાએ જો (દ્વેતાં ) અરુચિપણાને ( સંપ્રચાતા ) પામેલી છે-પ્રશમરસના સુખવડે તારી વિષયસંબંધી ઇચ્છાએ સર્વ પ્રકારે નષ્ટ થયેલી છે તે તે બહુ ઠીક થયુ છે. હવે (ચક્) જો ( અન્તઃસમાધી ) અંતઃસમાધિને વિષે ( મત્તિ પતિ )